નરેન્દ્ર મોદીની ગુજરાત પ્રવાસ અંગે મોટા સમાચાર, જાણો શાનું કરશે લોકાર્પણ?
5 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. તેમનો ગુજરાત પ્રવાસ રદ થયો છે અને તઓ આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે.
ગાંધીનગરઃ આગામી 5 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. આ લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હતા. જોકે, હવે તેમનો ગુજરાત પ્રવાસ રદ થયો છે અને તઓ આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. દિલ્લીમાં અન્ય કાર્યક્રમ હોવાથી તેમનો ગુજરાત પ્રવાસ રદ થયો છે.
આવતી કાલે મોદી સરકાર 38 કરોડ કરોડ લોકોને આપશે મોટી ભેટ, જાણો શું છે સમાચાર?
નવી દિલ્હીઃ આવતી કાલે મોદી સરકારે દેશના 38 કરોડ લોકોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય તરફથી કરાનારી આ પહેલથી લગભગ 38 કરોડ શ્રમજીવીઓને ફાયદો થશે. જેમાં કંસ્ટ્રક્શન વર્કર્સ ઉપરાંત પ્રવાસી શ્રમિક, લારી ગલ્લા વાળા અને ઘરેલુ કામદારો પણ સામેલ છે.
શ્રમિકોને મદદ માટે એક રાષ્ટ્રીય ટોલ ફ્રી 14434 પણ શરુ કરાશે. જેના માધ્યમથી રજિસ્ટ્રેસન કરાવી શકશે. આ પહેલથી શ્રમિકોને એક ઈ શ્રમ કાર્ડ જારી કરાશે. જેમાં 12 અંકનો યુનિક નંબર રહેશે. ઈ શ્રમ કાર્ડથી દેશના કરોડો અસંગઠિત કામદારોને એક નવી ઓળખ મળશે. આખા દેશમાં ઈ- શ્રમ કાર્ડ માન્ય રહેશે.
ગઈ કાલે જ શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવ e-shram Portal નો લોગો લોંચ કર્યો હતો. આ પોર્ટલની મદદથી મજૂરોનો એક રાષ્ટ્રીય ડેટા પ્લેટફોર્મ કેન્દ્ર સરકાર તૈયાર કરશે. જેથી તેમના માટે કલ્યાણકારી યોજના લાવી શકાય અને તેમને લાભ અપાવી શકાય.
ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, જાણીને થઈ જશો ખુશ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને દૈનિક એક્ટિવ કેસોમાં પણ મોટો ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકો માટે હવે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે માત્ર 7 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા હતા. ત્યારે હવે ગુજરાતમાં 14 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 14 જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે 9 જિલ્લા એવા છે, જ્યાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તો ગુજરાતમાં અત્યારે કુલ 159 જ એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે, જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા કોરોનામુક્ત બન્યા છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર કોરોનામુક્ત બન્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરુચ, વલસાડ અને ડાંગ કોરોનામુક્ત બન્યા છે. આ સિવાય તાપી, પોરબંદર, નવસારી, નર્મદા, મહેસાણા, મહીસાગર, બોટાદ, આણંદ અને અમરેલીમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે.