Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
Diwali 2024: સમગ્ર દેશમાં ગુરુવારે એટલે કે 31 ઓક્ટોબરે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
Diwali 2024: સમગ્ર દેશમાં ગુરુવારે એટલે કે 31 ઓક્ટોબરે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બધા વચ્ચે પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. આ વખતે પીએમ મોદી કચ્છમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવી છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતમાં સેના સાથે દિવાળી મનાવી છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં આર્મી સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
Prime Minister Narendra Modi celebrates Diwali with jawans in Kachchh, Gujarat. pic.twitter.com/u59xqH1QYf
— ANI (@ANI) October 31, 2024
કચ્છમાં જવાનો સાથે PM મોદીએ દિવાળી મનાવી છે. BSFના જવાનો સાથે PM મોદીએ દિવાળીની ઉજવણી કરી છે. PM મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવી શુભેચ્છા માઠવી હતી. પીએમ મોદીએ લકીનાળા ખાતે BSFના જવાનો સાથે દિવાળી મનાવી તેમની તસવીરો સામે આવી છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે પીએમ મોદી જવાનો સાથે દિવાળી મનાવે છે.
પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેમણે કેવડિયા ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેવડિયાથી વડાપ્રધાન મોદી કચ્છ પહોંચ્યા હતા, જ્યાં તેઓ સૈનિકો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (31 ઓક્ટોબર) ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે આતંકવાદના આકાઓને દેશ છોડવો પડશે. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, હું 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદભૂત સંયોગ લઈને આવ્યો છે. આજે એકતરફ આપણે એકતાનો તહેવાર મનાવી રહ્યા છીએ તો બીજીતરફ દિવાળીનો પવિત્ર તહેવાર છે.
દિવાળીની શુભકામનાઓ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદભૂત સંયોગ લઈને આવ્યો છે. આજે એકતરફ આપણે એકતાની ઉજવણી કરી રહ્યા છીએ, તો બીજીતરફ આપણે દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ. દિવાળી જોડાય છે. સમગ્ર દેશને રોશની સાથે, હવે તે ઘણા દેશોમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, હું દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવું છું."
પીએમે કહ્યું, "સરદાર પટેલની 150મી જન્મજયંતિ વર્ષ આજથી શરૂ થઈ રહી છે. આગામી બે વર્ષ સુધી દેશ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે. આ ભારત પ્રત્યેના તેમના અસાધારણ યોગદાનને દેશવાસીઓની શ્રદ્ધાંજલિ છે.
આ પણ વાંચો...