PM નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલનમાં 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો
પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેવા પહોંચ્યા છે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત છે.

Background
રેલવે પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રીએ દાહોદમાં આવેલા રેલવે પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવનું ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાનો ખર્ચ લગભગ રૂપિયા 20,000 કરોડ છે. વરાળ એન્જિન લોકોમોટીવની સમયાંતરે જાળવણી કરવા માટે 1926માં દાહોદ વર્કશોપની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેને ઇલેક્ટ્રિક લોકોમોટીવ વિનિર્માણ એકમમાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં માળખાકીય સુવિધાઓને લગતા સુધારાઓ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 120 કરોડના લાભો
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 120 કરોડના લાભો પંચમહાલ અને દાહોદ જિલ્લાના લગભગ 10,000 આદિવાસી સમૂહોને પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓ તેમજ અન્ય પરિયોજનાઓનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું.
રૂ. 335 કરોડના મૂલ્યની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું ઉદ્ઘાટન ક્યું
પ્રધાનમંત્રી મોદીએ રૂ. 335 કરોડના મૂલ્યની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું ઉદ્ઘાટન ક્યું. આ પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ભવન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, સ્યૂઅરેજ કાર્યો, ઘન કચરાની વ્યવસ્થાપન સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ સામેલ છે.
પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ દાહોદ જિલ્લા દક્ષિણ વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું. નર્મદા બેઝીન વિસ્તારમાં રૂપિયા 840 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. આનાથી દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા શહેરમાં અંદાજે 280 ગામડાંઓની પાણીની જરૂરિયાત પૂરી કરી શકાશે.
પીએમ મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા
આજના કાર્યક્રમના ભવ્ય આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા. સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને પણ અભિનંદન આપ્યા.

