શોધખોળ કરો

ગુજરાતને PM મોદીની દિવાળી ભેટ, ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસનું કર્યું ઈ-લોકાર્પણ

પીએમ મોદીએ કહ્યું, ઘોઘા- હજીરા વચ્ચે રો-પેક્સ સેવા શરુ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બન્ને ક્ષેત્રોના લોકોનું વર્ષોનું સપનું પૂરુ થયું છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસનું વચ્યુઅલ લોકાપર્ણ કર્યું હતું. સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરીનો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ કહ્યું સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વર્ષોનું સ્વપ્ન પૂર્ણ થયું. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું,  ઘોઘા- હજીરા વચ્ચે રો-પેક્સ સેવા શરુ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બન્ને ક્ષેત્રોના લોકોનું વર્ષોનું સપનું પૂરુ થયું છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કહ્યું હતું કે, ગુજરાત ભારતમાં સમુદ્રી દ્વાર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સર્વિસના કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. આ ઉપરાંત મોદીએ જણાવ્યું હતું કે, એક પ્રોજેક્ટથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેમ વધે છે. અને સાથે સાથે ઈઝ ઓફ વિલિંગ પણ વઘે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જે ચાર પાંચ ભાઈ બહેનો સાથે વાત કરી તે જે રીતે અનુભવ શેર કરતા હતા. જે ફાયદાની વાત કરી એ પ્રકારે વેપારમાં જે સુવિધા વધશે, ઝડપ વધશે, ખુશીનો માહોલ છે. આ કનેક્ટિવિટીનો લાભ મળશે. દિવાળીના તહેવારની આ મોટી ભેટ છે. કંપનીએ બુકિંગ શરૂ કર્યાના 24 કલાકમાં જ 3800 પેસેન્જરે બુકિંગ કરાવ્યું છે. એ સાથે 800 કાર, 400 બાઇક અને 500 ગુડ્ઝ ટ્રકનું બુકિંગ થઈ ગયું છે. ઉપરાંત 12 હજાર ઇન્કવાયરી પણ મળી છે, એવું કંપનીના સીઇઓએ જણાયું હતું. ગુજરાતને PM મોદીની દિવાળી ભેટ, ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસનું કર્યું ઈ-લોકાર્પણ આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું, કાલે ગુજરાત માટે ખૂબ મહત્વનો દિવસ છે. સુરત અને સૌરાષ્ટ્ર જળમાર્ગ સાથે જોડાવા જઈ રહ્યા છે. હું સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હજીરાથી ઘોઘા વચ્ચેની રો-પેક્સ ફેરી સર્વિસનું ઉદઘાટન કરીશ. આનાથી સમય અને ઇંધણની બચત થશે, જ્યારે વેપાર અને ઉદ્યોગમાં વધુ વેગ મળશે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટરસાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલાં સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માગી લેનારું હતું. આમ, આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હજીરા-ઘોઘા વચ્ચે રોડ માર્ગનું અંતર લગભગ 370 કિલોમીટર છે. જે સમુદ્ર માર્ગે ઘટીને 90 કિલોમીટર રહેશે. જેના લીધે પ્રતિદિન 9 હજાર લીટર ઈંધણની બચત થશે. રો-પેક્સ સર્વિસ દિવસમાં 3 રાઉંડ ટ્રીપ કરશે. તેથી રોજ 24 એમટી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાશે. રો-પેક્સમાં વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. સૌરાષ્ટ્રને રોપેક્સ થકી એક મોટું બજાર મળશે. સુરતના ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રના જિલ્લાઓને મળશે અને રોજગારીની તકો ઉભી થશે. સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોંચવુ પણ સરળ બનશે. ત્રણ વર્ષ પહેલા ઘોઘા-દહેજ રૂટની વડાપ્રધાને શરૂઆત કરાવી હતી જે ટેક્નિકલ બાબતોના કારણે ટુકજ સમયમાં ઠપ્પ થઇ ગઈ હતી. ત્યારે હવે મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આજે કરાવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, મંત્રી બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવા કૉંગ્રેસે કરી માંગ
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, મંત્રી બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવા કૉંગ્રેસે કરી માંગ
Gujarat Rain: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં જાહેર કરાઈ રજા
Gujarat Rain: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં જાહેર કરાઈ રજા
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Alert : રાજ્યના ચાર જિલ્લાની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા, ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ?
Gujarat Rain Alert: રાજ્યમાં આગામી 1 કલાક 3 જિલ્લા માટે ભારે, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : શક્તિની દેવીના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર
Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં ફાટ્યું આભ, 16 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકાર
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, મંત્રી બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવા કૉંગ્રેસે કરી માંગ
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર, મંત્રી બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવા કૉંગ્રેસે કરી માંગ
Gujarat Rain: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં જાહેર કરાઈ રજા
Gujarat Rain: રાજ્યના આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં જાહેર કરાઈ રજા
ભારે વરસાદથી ભૂજમાં જળબંબાકાર, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા
ભારે વરસાદથી ભૂજમાં જળબંબાકાર, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા
Donald Trump: રશિયા પર નવા પ્રતિબંધો લગાવવાની તૈયારીમાં અમેરિકા, ટ્રમ્પે કરી દીધી મોટી જાહેરાત
Donald Trump: રશિયા પર નવા પ્રતિબંધો લગાવવાની તૈયારીમાં અમેરિકા, ટ્રમ્પે કરી દીધી મોટી જાહેરાત
Banaskantha Rain:ભારે વરસાદથી સુઈગામ જળબંબાકાર, થરાદની સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા
Banaskantha Rain:ભારે વરસાદથી સુઈગામ જળબંબાકાર, થરાદની સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા
GST ઘટાડાની મોટી અસર, 2.4 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ હ્યુન્ડાઈની Creta અને Venue જેવી કાર
GST ઘટાડાની મોટી અસર, 2.4 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ હ્યુન્ડાઈની Creta અને Venue જેવી કાર
Embed widget