શોધખોળ કરો

PM મોદીએ સંબોધનમાં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપને યાદ કરતા શું કહ્યું ? જાણો

પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણ દરમિયાન ગુજરાતના કચ્છમાં 2001માં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો હતો.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે પોતાના સંબોધનમાં બે મોટી જાહેરાત કરી. લોકડાઉનનો ચોથો તબક્કો આવશે. આ સિવાય તેમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણ દરમિયાન ગુજરાતના કચ્છમાં 2001માં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કચ્છ ભૂકંપના ભયાનક દ્રશ્યોને કોરોના સાથે જોડતા કહ્યું એ પરિસ્થિતિમાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે પરિસ્થિતિ બદલાશે, પરંતુ જોત જોતામાં કચ્છ ફરી પાછું બેઠું થયું. પ્રધાનમંત્રી મોદીએ દેશની જનતાને કચ્છ ભૂકંપનું ઉદાહરણ આપતા કહ્યું, મે મારી આંખે કચ્છમાં ભૂકંપના એ દિવસો જોયા છે. ચારેબાજુ કાટમાળ હતો. બધુ ધ્વસ્ત થઈ ગયું હતું. એવું લાગતુ હતું કચ્છ મોતની ચાદર ઓઢી લીધી છે. એ પરિસ્થિતિમાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે કચ્છ ફરીવાર બેઠુ થશે. કચ્છ ફરી ચાલવા લાગ્યું, કચ્છ આગળ વધ્યું. આજ આપણા ભારતીયોની સંકલ્પ શક્તિ છે. આપણે ધારી લઈએ તો કોઈ લક્ષ્ય અસંભવ નથી. કોઈ રસ્તો મુશ્કેલ નથી. ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી વર્ષ 2001માં ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 7.7 હતી. આ ભૂકંપનું કેંદ્ર બિંદુ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબરા ગામથી આશરે 9 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. પાકિસ્તાનના ભારત પાકિસ્તાન બોર્ડર આવ્યું હતું. જેના કારણે પાકિસ્તાનમાં પણ ઘણુ નુકશાન થયું હતું. રિપોર્ટ્સ મુજબ આ ભૂકંપમાં આશરે 20 હજાર લોકોના મોત થયા હતા, જ્યારે આશરે દોઢ લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભૂજમાં ખૂબ જ મોટાપાયે નુકશાન થયું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
SIR Supreme Court Hearing: ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર છે કે નહીં? આ મુદે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Byju’sના સ્થાપક બાયજુ રવિન્દ્રનને 6 મહિનાની જેલની સજા; જાણો શું છે સમગ્ર મામલો
Embed widget