શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસ પર પોલીસની રેડ, કેજરીવાલે ટ્વીટ કરી શું કરી મોટી વાત

આમ આદમી પાર્ટીની ઓફિસ પર પોલીસે રેડ પાડી હોવા અંગે આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું હતું.

Police raid on AAP office in Ahmedabad: અમદાવાદ શહેરમાં આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ પાડી હોવાની માહિતી આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું હતું. ઈસુદાન ગઢવીએ લખ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચતાં જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસે રેડ પાડી છે. બે કલાક તપાસ કરીને પોલીસ ચાલી ગઈ છે. તેમને કંઈ મળ્યું નથી. પોલીસે કહ્યું છે કે, ફરીથી આવીશું"

અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

ઈસુદાન ગઢવીના આ ટ્વીટને રી-ટ્વીટ કરતાં આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "ગુજરાતની જનતા તરફથી મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ ખરાબ રીતે હચમચી ગયું છે. ગુજરાતમાં "આપ" ની તરફેણમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કશું મળ્યું નહીં. અમે કટ્ટર પ્રમાણિક અને દેશભક્ત લોકો છીએ."

અરવિંદ કેજરીવાલ આવ્યા છે ગુજરાતના પ્રવાસે....

ઉલ્લેખનીય છે કે, આજે રવિવારે સાંજે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે જ્યાં આજે તેઓ રાત્રિ રોકાણ અમદાવાદમાં જ કરશે. આ દરમિયાન તેઓ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ સવારે અમદાવાદ ખાતે ઓટો ડ્રાઈવર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ રિક્ષા ચાલકો સાથે સંવાદ કરશે. બપોરે અમદાવાદ ખાતે ટ્રેડર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ સાંજે અમદાવાદ ખાતે એડવોકેટ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. 

અરવિંદ કેજરીવાલ તેમના પ્રવાસના અંતિમ દિવસે 13 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ ખાતે એક ગેરંટીની જાહેરાત કરશે. ત્યાર બાદ સાંજે કેજરીવાલ સફાઈ કર્મચારીઓ સાથે ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બાદ 13મીએ સાંજે દિલ્હી જવા રવાના થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

Embed widget