શોધખોળ કરો

સ્પાની આડમાં અનૈતિક પ્રવૃતિ પર લગામ, પોલીસના રાજ્યભરમાં સ્પા પર દરોડા

ગીર સોમનાથમાં હોટલ અને સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા પોલીસે સ્પેશલ ડ્રાઈવ યોજી છે. 21 સ્થળે પોલીસની 10 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે ક્યાંયથી પણ દેહવ્યાપારની પ્રવૃતિ મળી આવી ન હતી.

Raids On Spa: રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ હવે એકશનમાં આવી છે. રાજ્યભરમાં સ્પામાં પોલીસે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી છે.  સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસે કાર્યવાહી કરી છે.  

સુરતમાં SOG, મહિલા પોલીસ અને ક્રાઈમબ્રાંચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એકસાથે અલગ- અલગ વિસ્તારમાં 50 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના સરથાણા, મોટા વરાછા, કાપોદ્રા, અમરોલી, વેસુ, ડુમ્મસ રોડ, પીપલોદ, VIP રોડ, અલથાણ, ભીમરાડ, ડીંડોલી, રાંદેર સહિતના વિસ્તારમાં તપાસ કરાતા સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસે કાર્યવાહી દરમિયાન દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી 30 યુવતીને મુક્ત કરાવી હતી. ભાડાની દુકાનોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં વિદેશી યુવતીઓને બોલાવી વેશ્યાવૃતિ કરાવવામાં આવતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

આ તરફ ગીર સોમનાથમાં હોટલ અને સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા પોલીસે સ્પેશલ ડ્રાઈવ યોજી છે. 21 સ્થળે પોલીસની 10 ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે આ દરમિયાન ક્યાંયથી પણ દેહવ્યાપારની પ્રવૃતિ મળી આવી ન હતી.

આ તરફ મોરબીમાં અફીમ સ્પાની આડમાં કૂટણખાનું ધમધમતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે સંચાલકની ધરપકડ કરી જ્યારે મુખ્ય સૂત્રધાર મહેશ મેવા ફરાર થઈ ગયો છે. આ તરફ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના 25 જેટલા સ્પામાં તપાસ કરી છે. આ દરમિયાન ત્રણ સ્થળે જાહેરનામાનો ભંગ થતા કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબીની માફક જ બોટાદમાં પણ પોલીસના ચેકિંગમાં સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્પાના મેનેજર અને અન્ય બે વ્યકિતની ધરપકડ કરી છે. જ્યારે અંકલેશ્વરમાં પાંચ જેટલા સ્થળોએ સ્પામાં પોલીસે તપાસ કરી છે. અહીં ગેરકાયદેસર પ્રવૃતિ ધમધમતી હોવાની ફરિયાદ મળી હતી. જોકે પોલીસના ચેકિંગ દરમિયાન કંઈ હાથ લાગ્યું ન હતું.

આ તરફ ભાવનગર પોલીસે વાઘાવડી રોડ પર 20થી વધુ સ્પામાં ચેકિંગ કર્યું છે. જોકે ક્યાંયથી અનૈતિક પ્રવૃતિ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ

24 કલાકમાં હાર્ટ એટેકથી છ લોકોએ ગુમાવ્યો જીવ, નાની વયે એટેકના કિસ્સા વધ્યા

16 ડિવિઝનમાં 331 કટકીબાજ કંડક્ટર ઝડપાયા, 2883 મુસાફરો ટિકિટ વગર ઝડપાયા                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Embed widget