હળવદ દીવાલ ધરાશાયી થવા મામલે પોલીસની મોટી કાર્યવાહી
મોરબી: હળવદ દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મોતનો થયા હતા. હવે આ મામલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. જેમા કારખાનાના માલિક, સંચાલક અને સુપરવાઈઝર સહીત 8 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબી: હળવદમાં દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મોતનો થયા હતા. હવે આ મામલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. જેમા કારખાનાના માલિક, સંચાલક અને સુપરવાઈઝર સહીત 8 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાગર સોલ્ટ કારખાનામાં સિમેન્ટના બેલાની દીવાલ ચણેલી હતી જેમાં એક પણ બીમ કે કોલમ કે પાયા ઉભા કરવામાં આવ્યા ન હતા. દીવાલની ઉંચાઈ તથા લંબાઈ વધુ હોય અને દીવાલ નબળી હોવાનું માલિકો અને સુપરવાઈઝર સહિતના આરોપીઓ જાણતા હોય છતાં દીવાલના લગોલગ મીઠું ભરેલ પ્લાસ્ટિકની બોરી રાખી દીવાલની ઉંચાઈ કરતા વધુ ઉચાઇ સુધી ગોઠવી હતી. મીઠાની બોરીઓનો એક બીજાને ધક્કા લાગવાથી દીવાલ પર દબાણ આવતા દીવાલ ધરાશાયી થઈ હતી.
બાળકો સહિત 12 લોકોના મૃત્યુ નીપજ્યા હતા
આ ઘટનામાં બાળકો સહિત 12 લોકોના મોત થયા હતા. હવે આ અંગે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમા બાળ મજુરી કરાવવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવી છે. ઘટનામાં પિતા અને બેન ગુમાવારનાર રાજેશભાઈ ઉર્ફે લખું રમેશભાઈ પીરાણાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. (૧) અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા રહે.હળવદ(માલીક) (૨) રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન રહે.જયપુર રાજસ્થાન(માલીક) (૩) કિશનરામ લાલારામ ચૌધરી રહે. જયપુર, રાજસ્થાન (માલીક) (૪) દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા રહે.હળવદ (સંચાલક) (૫) આત્મારામ કિશનરામ ચૌધરી રહે. હાલ ગિરનારીનગર હળવદ મૂળ રહે.જયપુર વૈશાલીનગર રાજસ્થાન (સંચાલક) (૬) સંજયભાઇ ચુનીલાલ ખત્રી રહે. હળવદ (સુપરવાઇઝર) (૭) મનોજભાઇ રેવાભાઇ સનુરા રહે. હળવદ (સુપરવાઇઝર) (૮) આસીફભાઇ નુરાભાઇ રહે. હળવદ (સુપરવાઇઝર) (૯) તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે ગુન્હો નોંધાયો છે. આ ઘટનામાં આઇપીસી 304, 308,114 તથા બાળ મજૂરીની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.
CBIએ ગાંધીનગરમાં આ IASને ત્યાં દરોડા પાડતા ફફડાટ,જાણો વિગતે
CBI Raid: CBIન ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે. આ દરોડ મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે કે. રાજેશ. આ કાર્યવાહી ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવામાં પણ લાંચ લીધી હોવાનો આરોપ આઈએએસ ઉપર લગાવવામાં આવ્યો છે.