ખંભાત જૂથ અથડામણ મામલે પોલીસે કરી મોટી કાર્યવાહી, જાણો કોની કોની વિરુદ્ધ નોંધી ફરિયાદ
ચોર કોટવાલને દંડે તેમ વિધર્મીઓએ શોભા યાત્રામાંથી પથ્થર મારો થયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
ANAND : આણંદના ખંભાતમાં ગઈકાલે 10 એપ્રિલે રામનવમીના દિવસે થયેલી જૂથ અથડામણમાં હવે પોલીસે મોટી કાર્યવાહી છે. પથ્થર મારો કરી શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી છે. ખંભાત શહેર પોલીસે 61 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી છે અને અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા તોફાની તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આ સાથે જ ખંભાત પોલીસે જૂથ અથડામણમાં સામેલ તોફાની તત્વોની પણ ક્રોસ ફરિયાદ નોંધી છે. શોભા યાત્રામાં શામેલ 4 લોકો તેમજ 1હજારના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
રામનવમીના દિવસે પોલીસની નજર સમક્ષ શોભાયાત્રા ઉપર પથ્થર મારો થયો હતો.વિધર્મી લોકોએ શોભાયાત્રા પર પથ્થર મારો કર્યો હતો. ચોર કોટવાલને દંડે તેમ વિધર્મીઓએ શોભા યાત્રામાંથી પથ્થર મારો થયો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસની બેવડી નીતિથી લોકોમાં અંદરખાને રોષ ફેલાયો છે.
એકનું મૃત્યુ, 9 લોકોની ધરપકડ
રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિજનોએ રાજ્ય સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી છે.ઘરના મોભીનું નિધન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગંધરકવાડા ખાતે રહેતા મૃતક કનૈયાલાલ રાણાના પરિવારમાં 3 બાળકો, ધર્મપત્ની અને માતાનો સમાવેશ થાય છે. મૃતકના પુત્રએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી છે.
રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા પર એક જૂથ દ્રારા પથ્થરમારો કરવામાં આવતા સ્થિતિ ગંભીર બની હતી. ત્યાર બાદ આમને સામને થયેલા પથ્થરમારામાં 10 પોલીસકર્મી સહિત 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસમાં પીઆઈ અને ડીવાયએસપીનો પણ સમાવેશ થાય છે. શહેરમાં 2 દુકાનો અને 2 ઘરને આગ પણ ચાપવામાં આવી હતી.