શોધખોળ કરો

Mahisagar: ઈઝરાયલ યુદ્ધ કે ભારત-પાકિસ્તાનની મેચને લઈને કોઈ ઉશ્કેરણીજનક પોસ્ટ કરતા પહેલા સો વખત વિચારજો, પોલીસે આપી વોર્નિંગ

મહીસાગર: વર્તમાન સમયમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લઈને સોશિયલ મીડિયા પર તેને લગતા અનેક વીડિયો અને ફોટાઓ શેર કરવામાં આવી રહ્યા છે.

મહીસાગર: વર્તમાન સમયમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લઈને સોશિયલ મીડિયા પર તેને લગતા અનેક વીડિયો અને ફોટાઓ શેર કરવામાં આવી રહ્યા છે. જો કે, ફોટાઓમાં ઘણા ઉશ્કેરણીજનક તો કેટલાક ફેક પણ ફોટા અને માહિતી શેર કરવામાં આવી રહી છે. જેને લઈને પોલીસ અને પ્રશાસન તેના પર ચાપતી નજર રાખી રહ્યું છે. જેથી કોઈ માહોલ ખરાબ ન થાય.

હવે આવી જ ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ કરવા બદલ ગુજરાતમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. મહીસાગર જિલ્લામાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ઉશ્કેરણીજનક મેસેજ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ઇઝરાઇલ હમાસ યુદ્ધને લગતા કોઈપણ ઉશ્કેરણી જનક મેસેજ ન કરવા પોલીસે અપીલ કરી છે.

ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને અનુસંધાને પણ કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય તેવા ખોટા મેસેજ કે અફવા સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન કરવા પણ સુચના અપાઈ છે. મેચના પરિણામની ઉજવણી સમયે પણ અન્ય કોઈને નડતરરૂપ ન થાય તેમજ કોઈ ધર્મ કે સમાજની લાગણી ન દુભાય તે રીતે ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે whatsapp, facebook, instagram, twitter જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તેમજ અલગ અલગ પ્રવૃત્તિઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરશે તો તેઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા ઉપર આવી પોસ્ટ થાય તો તુરંત પોલીસના કંટ્રોલરૂમ નંબર 02674 250 128 ઉપર જાણ કરવા પોલીસે અપીલ કરી છે.

 14 ઓક્ટોબર શનિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ છે તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની પોલીસ અને વિવિધ એજન્સીઓ પણ સતર્ક બની છે. તો બીજી તરફ ભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આવતીકાલે રાત્રે ૮ વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે

પ્રેક્ષકોની સુરક્ષામાં 6 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે

તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે અમદાવાદમાં ભારત -પાકિસ્તાનની મેચ યોજાશે.  મેચને અનુસંધાને અમદાવાદ અને ગુજરાત પોલીસે વ્યવસ્થા કરી છે.  ભારત -પાકિસ્તાન મેચની 5 કેન્દ્ર આધારિત સુરક્ષા ગોઠવાઈ છે. સ્ટેડિયમ અને અંદરના પ્રેક્ષકોની સુરક્ષામાં 6 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે.  ટ્રાફિક અને પાર્કિંગ માટે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે.  બંને ટીમ અને તેના સ્ટાફ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે.  અસામાજિક તત્વો પર પોલીસની વોચ ગોઠવવામાં આવી છે.  મેચ અનુસંધને રાજ્યમા અનિચ્છનીય બનાવ ન બને તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ વ્યપક રીતે સ્ટેડિયમ અને સ્ટેડિયમની આસપાસ પોલીસ બંદોબસ્ત મૂકયો છે. NSG, RAF NDRF પણ સ્થાનિક પોલીસ સાથે જોડાયા છે. ટ્રાફિક અનુસંધાને અમદાવાદ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?

Embed widget