શોધખોળ કરો

નફાખોરી કરતી ખાનગી શાળાઓને મોટો ફટકો, ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે. ભવિષ્યના ડેવલોપમેન્ટ માટેની કોસ્ટ માટે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી શકશે.

Private School Fees: ખાનગી શાળાઓની ફીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ખાનગી સ્કૂલોમાં સામેની ફી રેગ્યુલેટરી કમિટીની અપીલ નામંજૂર છે. હાઈકોર્ટની ખંડપીઠે સિંગલ જજનો હુમલ જાળવી રાખ્યો છે. સિંગલ જજના ચુકાદા પ્રમાણે ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહીં. ખાનગી શાળાઓ અતિશય વધારે ફી વસૂલી શકશે નહીં. જોકે ફી રેગ્યુલેશન કમિટી પૂરતા વેરિફિકેશન વિના ખાનગી શાળાઓના ક્લેમ નકારી શકશે નહીં. ફી રેગ્યુલેટરી કમિટી ખાનગી શાળાનું લીઝ અને રેન્ટનો ખર્ચ નકારી શકે નહીં.

ફી રેગ્યુલેટરી કમિટી અને રેન્ટ બાબતે તપાસ કરી શકે પરંતુ ગેર વ્યાજબી રીતે એ ખર્ચને નકારી શકે નહીં. ફી રેગ્યુલેટરી કમિટી પોતાની જાતે કોઈ ખાનગી શાળાની લીઝ કે રેન્ટની રકમ ઓછી નક્કી કરી શકે નહીં. ખાનગી શાળાઓ એડમિશન ફી, સત્ર ફી, કરિક્યુલમ ફી અને ટ્યુશન ફી વસૂલી શકશે.

ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને આપતી સુવિધાઓ બાબતે ફી વસૂલી શકશે. ભવિષ્યના ડેવલોપમેન્ટ માટેની કોસ્ટ માટે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી શકશે. આ માટે કેસ ટુ કેસ ઉપર નિર્ણયો લેવાના રહેશે. ખાનગી શાળાઓ મિલકત પરના ઘસારાની બાબતે અલગ ક્લેમ કરી શકશે નહિ.

ખાનગી શાળાઓ રિઝનેબલ સરપ્લસ માટે ફી વસૂલી શકશે. ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી માત્ર તપાસ કરી શકે પરંતુ શિક્ષકોનું પગાર ધોરણ અને તેમના ઇન્ક્રીમેન્ટ મુદ્દે ફી રેગ્યુલેટરી કમિટી નકારાત્મક નિર્ણય વિના તપાસે લઈ શકે નહીં.

ખાનગી શાળાઓ એ બેંકમાંથી લીધેલી લોન પરનું વ્યાજ ફી રેગ્યુલેટરી કમિટીએ ધ્યાનમાં લેવું પડે અને ખાનગી શાળાઓ આ મુદ્દે ફી વધારો માગી શકે છે. ફી નિર્ધારિત કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટીએ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને ફી વધારાની માંગણી નક્કી કરવાની રહેશે. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કરી કરિક્યુલમ એક્ટિવિટી પાછળ કરેલો ખર્ચ ફી માટે ગણી શકે છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા સુરતમાં સ્કૂલ ફીને લઈને FRCને પણ ઘોળીને પી જનારી 800 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. ખાનગી સ્કૂલોએ FRC સમક્ષ ફી વધારા માટે દરખાસ્ત કરવાની હોય છે. તથા ફી વધારો ન કરનારીએ એફિડેવિટ કરવાની હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાતની 800થી વધુ ખાનગી સ્કૂલોએ કોઈ એફિડેવિટ કરી જ નથી. જેને કારણે FRCએ આ ખાનગી સ્કૂલોનું લિસ્ટ કાઢીને ડીઇઓ ડો. દીપક દરજીને મોકલી આપ્યું હતું. જેથી તેઓએ 800થી વધારે ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારી હતી. જેમાં એફિડેવિટ કે દરખાસ્ત ન કરવા પાછળનું કારણ પુછાયું છે. જેમાં 60 ટકા ખાનગી સ્કૂલોએ નોટિસનો જવાબ આપ્યો છે. જ્યારે 40 ટકાએ હજી સુધી જવાબ આપ્યો ન હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget