શોધખોળ કરો
Advertisement
સુરત-રાજકોટ કોંગ્રેસમાં કકળાટ, જાણો કોને ટિકિટ મળતા વિરોધ થયો
કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ધીરુ લાઠિયા સામે ગંભીર આરોપ પણ લગાવ્યા અને સાથે પક્ષ સામે પણ ચીમકી ઉચ્ચારી છે.
કૉંગ્રેસે હજુ તો આખી યાદી જાહેર કરી નથી એ પહેલા જ કાર્યકર્તાઓ અને દાવેદારોનો આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે. સુરત શહેરમાં પાટીદાર ગઢ સમાન વોર્ડ નંબર 17માં પાર્ટીએ સીટીંગ કોર્પોરેટર ધીરુ લાઠિયાને રિપિટ કરતા જ કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
વોર્ડ નંબર 17 માટે દાવેદારી કરનાર મોટાભાગના દાવેદારો કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા અને ધીરુ લાઠીયાને અપાયેલી ટિકિટનો ખુલીને વિરોધ કર્યો હતો. કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ધીરુ લાઠિયા સામે ગંભીર આરોપ પણ લગાવ્યા અને સાથે પક્ષ સામે પણ ચીમકી ઉચ્ચારી છે.
તો રાજકોટ શહેર કૉંગ્રેસ કાર્યાલયે ટિકિટ ન મળતા વોર્ડ નંબર 1ના પ્રમુખ હર્ષાબા જાડેજા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને બંધ બારણે શહેર કૉંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સાથે બેઠક કરી નારાજગી વ્યક્ત કરી હતી.
નારાજ હર્ષાબા જાડેજાનું કહેવું છે કે, તેઓ પાર્ટીનો કોઈ કાર્યક્રમ નથી ચૂક્યા, પોતાના વોર્ડમાં કામમાં કોઈ કચાશ નથી રાખી. તેમ છતાં તેમની અવગણના કરી અન્યને ટિકિટ આપી દેવામા આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement