શોધખોળ કરો

Gujarat Election 2022: વલસાડમાં EVM બસમાંથી ઉતારી ફરી શાળામાં લઈ આવતા બબાલ, કલેકટરે કર્યો ખુલાસો

Gujarat Assembly Election 2022: આજે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જો કે આ દરમિયાન ઘણી જગ્યાએ કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે.

Gujarat Assembly Election 2022: આજે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જો કે આ દરમિયાન ઘણી જગ્યાએ કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. જેમાં વલસાડ જિલ્લાની ધરમપુરના કાકડકુવા ગામે મતદાન બાદ બબાલ થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ બસમાં રવાના કરાયા હતા. જોકે ત્યાર બાદ બસમાંથી ઇવીએમ મશીનો પાછા ઉતારી સ્કૂલમાં લઇ જવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે બબાલ થઈ હતી. ગામ લોકોનું ટોળું મતદાન મથક પર એકઠું થયું છે.  કઈંક ખોટું થવાના ગામ લોકોના આક્ષેપથી મામલો ગરમાયો હતો. ભારે બબાલને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 

કલેકટરે કર્યો ખુલાસો

વલસાડમાં કકડકુવા ગામના ઇવીએમમાં છેડછાડના આક્ષેપ અંગે કલેકટરે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કોઈ છેડછાડ થઈ નથી. ઇવીએમ મશીન સીલ કરવાનું રહી ગયું હતું. એટલે સીલ કરવા મશીનો પાછા ઉતારી સીલ કરવામાં આવી રહ્યા હતા. કોઈ છેડછાડ થઈ નથી.

પરિણામ પહેલાં જ આમ આદમી પાર્ટીના કાર્યલયે કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો

આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અંદાજ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. પાંચ તારીખે બીજા તબક્કાનું મતદાન થશે અને 8 તારીખે પરિણામ આવશે. જો કે આ પરિણામ આવે તે પહેલા જ આજે ગીરમાં મતદાન પૂર્ણ થયા બાદ તાલાલા બેઠકમાં પ્રાચીની આમ આદમી પાર્ટીના કાર્યાલયે કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો મતગણતરી પહેલાં જ પોતાની જીત નક્કી કરી હોય તેમ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.

પ્રથમ તબક્કાની 89 બેઠક પર 59 ટકા મતદાન

 ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર  59 ટકા મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે.   સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું 59 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.

પોલીસ અને અર્ધલશ્કરી દળની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. ઇવીએમ અને  વીવીપેટ  મશીનો  સીલ કરાયા હતા.  પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ અને વીવીપેટ મશીન મોકલાયા છે.  આગામી 8 તારીખે મત ગણતરીના દિવસે પેટીઓ ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જોવા મળી હતી. જો કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે.

રાજકોટ જિલ્લામાં મતદાન

રાજકોટ જિલ્લમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે.  રાજકોટ જિલ્લાની કુલ 8  બેઠકો પર કુલ 55.93 ટકા મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરવામાં આવ્યા છે. આગામી 8 તારીખે પરિણામ સામે આવશે. 

રાજકોટ-68 પૂર્વ   -  55.47 
રાજકોટ-69 પશ્ચિમ- 55.50
રાજકોટ-70 દક્ષિણ- 53.50
રાજકોટ-71-રૂરલ-   61.42 

ગોંડલ-   54.95 
ધોરાજી -55.42
જેતપુર - 50.25 
જસદણ-59.18

માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું

માણાવદર વિધાનસભા બેઠકમાં હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું છે. કણજા ગામે હેલ્થ બુથ તૈયાર કરવામાં આવ્યું. મતદાન કરવા માટે આવતા લોકોને વિના મૂલ્યે સારવાર અપાઈ હતી. વહિવટી વિભાગએ હેલ્થ બુથ દ્વારા નવતર પ્રયોગ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget