![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નકલી તેલનો પર્દાફાશ! બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડી અન્ય તેલ પધરાવતા વેપારીઓને ત્યાં દરોડા
વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને અન્ય તેલ ધાબડતા વેપારીઓને ત્યાં કંપની અને પોલીસે સંયુક્ત દરોડા પાડ્યા હતા.
![નકલી તેલનો પર્દાફાશ! બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડી અન્ય તેલ પધરાવતા વેપારીઓને ત્યાં દરોડા Raids there traders distributing other oils pasting stickers of branded company oils નકલી તેલનો પર્દાફાશ! બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડી અન્ય તેલ પધરાવતા વેપારીઓને ત્યાં દરોડા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/09/f56b55861f8109ea79bcbe96a9471f18171266843852078_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વલસાડ: વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને અન્ય તેલ ધાબડતા વેપારીઓને ત્યાં કંપની અને પોલીસે સંયુક્ત દરોડા પાડ્યા હતા. જેમાં ચાર વેપારીઓની પોલીસ તરફથી અટકાયત કરવામાં આવી છે. કંપનીને માહિતી મળી હતી કે બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર મારી સસ્તુ તેલ પધરાવવામાં આવે છે. જેને લઈ કંપનીએ પોલીસને સાથે રાખી ચારથી પાંચ જેટલી દુકાનોમાં દરોડા પાડ્યા હતા.
તપાસ કરતા તેલના ડબ્બા મળી આવ્યા હતા. આ તમામ તેલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. સીટી પોલીસ તરફથી ફૂડ એન્ડ ડ્રગ્સ સાથે રાખીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે તેલ ડુપ્લીકેટ છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે.
વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને અન્ય તેલ વેચતા વેપારીઓને ત્યાં કંપની અને પોલીસ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ચાર વેપારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના તેલના સ્ટીકર ચોંટાડીને સસ્તુ તેલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કંપની કર્મચારી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટમાં રેડ કરવામાં આવી હતી. કંપનીને માહિતી મળી હતી કે સ્ટીકર ચોંટાડીને સસ્તા ભાવે આ તેલનું વેચાણ માર્કેટમાં કરવામાં આવી રહ્યું છે. જેને લઇને અન્ય વેપારીઓ દ્વારા કંપનીને સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી હતી. જેને લઇને કર્મચારી અને પોલીસની સંયુક્ત રીતે આજરોજ શાકભાજી માર્કેટમાં તપાસ કરવામાં આવતા ચાર થી પાંચ જેટલી દુકાનોમાંથી સ્ટીકર ચોટાડેલ તેલના ડબ્બા મળી આવ્યા હતા.
જેને લઈને તમામ તેલના જથ્થા સાથે વેપારીઓને સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને તપાસ હાથ ધરાઈ હતી. હાલ સીટી પોલીસ દ્વારા ફરિયાદ લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ સાથે રાખીને આગળ ની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આ તેલ ડુપલીકેટ છે કે નહીં તે અંગે પણ તપાસના દોર હાથ ધરાયા છે.
નકલીનો ખેલ
થોડો દિવસો પહેલા જ સુરતમાંથી નકલી શેમ્પુ અને નકલી ગુટખા બનાવતું ગોડાઉન ઝડપાયું હતું. રાજ્યમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ સામે આવી રહી છે. સુરત પોલીસે દરોડા પાડી આ નકલી વસ્તુ બનાવતા ગોડાઉનનો પર્દાફાશ કર્યો હતો. ઓપલાડના માસમાં ગામેથી ડુપ્લીકેટ શેમ્પુ અને ગુટખા બનાવવાનું નેટવર્ક ઝડપાયું હતું. માસમા ગામે ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી આ ગોડાઉન ઝડપાયું હતું. ઓલપાડ પોલીસે બાતમીના આધારે અહીં દરોડા પાડ્યા હતા. અહીં નકલી ગુટખા અને શેમ્પુ બનાવવાના મશીનો મળી આવ્યા હતા. ગુજરાતમાં પહેલા નકલી ઘી, મસાલા, નકલી તેલ સહિત અનેક વસ્તુઓ મળી ચુકી છે. પરંતુ હવે નકલી શેમ્પુ પણ બનાવી વેચવામાં આવી રહ્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)