Rain: વરસાદની આગાહી વચ્ચે દાહોદમાં કરા સાથે વરસાદ, ગરમીમાં લોકોને મળી રાહત
Rain:વરસાદની આગાહી વચ્ચે દાહોદના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.
Rain: વરસાદની આગાહી વચ્ચે દાહોદમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વરસાદની આગાહી વચ્ચે દાહોદના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 13થી 15 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. લીમડી, મીરાખેડી સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી.
હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 13થી 16 એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તો પડે તો પણ વાદળછાયું હવામાન જોવા મળશે.
હવામાન વિભાગે 11 અને 12 એપ્રિલ એમ બે દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરી છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40માં પાર થઇ ગયો છે. રાજ્યમાં હજુ બે દિવસ પડશે અંગ દઝાડતી ગરમીની આગાહી છે.રાજ્યના પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. 41.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે. ચાર દિવસ બાદ વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે અને કમોસમી વરસાદની શરૂઆત થશે. હવામાન વિભાગે 13થી 16 એપ્રિલે છુટાછવાયા વરસાદની શક્યતા શકયતા વ્યક્ત કરી છે.
કઇ તારીખે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગે 13 એપ્રિલે સુરત,નવસારી,વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉપરાંત સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 13 એપ્રિલે કચ્છમાં પણ માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
14-15 એપ્રિલે ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 એપ્રિલથી વાતાવરણમાં પલટો આવી શકે છે. 14-15 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં માવઠાની શક્યતા છે., કચ્છમાં પણ 14-15 એપ્રિલે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી
16 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે