અંબાલાલે કરી પૂરની આગાહી, આ તારીખોમાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં વરસાદ તૂટી પડશે ને પૂરની સ્થિતિ સર્જાશે
Rain News: ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે

Rain News: ગુજરાતમાં એક-બે દિવસમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઇ જશે, પરંતુ આ પહેલા હવામાન વિભાગ અને હવામાનકારોએ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. આજે સવારથી ભાવનગર પાણી પાણી થઇ ગયુ છે. પાલીતાણા, જેસર સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચથી વધુ વરસાદે જનજીવન ઠપ્પ કરી દીધુ છે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિને લઇને મોટુ અનુમાન લગાવ્યુ છે.
ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વની અને મોટી આગાહી કરી છે, અંબાલાલે ચોમાસાના વરસાદને લઇને આગાહી કરી છે, આગામી દિવસોમાં ભારે વરસાદથી ગુજરાત તરબોતળ થઇ જશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે, 19 જૂન સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબકશે. આ ઉપરાંત 26 થી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, 26 થી 30 જૂન સુધી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે 16 જૂનના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વડોદરા, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન આગાહીકાર અંબાલાલની ચોમાસાની આગાહી આવી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, કેટલાક સાયક્લોનિક સર્કલયુશેનના કારણે 18 જુન થી 24 જુને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.





















