ચાર કલાકમાં 131 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ જૂનાગઢના આ તાલુકામાં સાડા સાત ઇંચ પડ્યો
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ હેઠળ છે, 19 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી વધુ) થવાની સંભાવના છે.
Gujarat Weather: હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરી છે જેમાં રેડ એલર્ટ જારી કરતાં રાજ્યમાં 17 થી 18 સપ્ટેમ્બર દરમિયાન 204.4 મીમીથી વધુ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ધારણા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ હેઠળ છે, 19 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી વધુ) થવાની સંભાવના છે. ત્યારે છેલ્લા ચાર કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ પડ્યો છે. મેઘરાજા જૂનાગઢ જિલ્લા પર મહેરબાન થયા છે. વિસાવદર, મેંદરડા, વંથલીમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
છેલ્લા ચાર કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
વિસાવદરમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો
મેંદરડામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
વંથલીમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો
મહેસાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
મહેસાણાના વિસનગરમાં બે ઈંચ, વિજાપુરમાં દોઢ ઈંચ વરસાદ
બનાસકાંઠાના ડીસા, ધાનેરામાં બે બે ઈંચ વરસાદ
મોરબીના હળવદમાં બે ઈંચ, વાંકાનેરમાં સવા ઈંચ વરસાદ
બનાસકાંઠાના દીયોદરમાં દોઢ ઈંચ વરસાદ
અમરેલીના બગસરામાં દોઢ ઈંચ વરસાદ
બેચરાજી અને થરાદમાં સવા સવા ઈંચ વરસાદ
પાલનપુર, લાખણી, દાંતામાં એક એક ઈંચ વરસાદ
નડીયાદ, વસો, માતરમાં એક એક ઈંચ વરસાદ
ગીર સોમનાથના તાલાલામાં એક ઈંચ વરસાદ
ચાણસ્મા, સુઈગામમાં એક એક ઈંચ વરસાદ
જામનગરના કાલાવડમાં એક ઈંચ વરસાદ
મોરબી શહેરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો
ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી તાપી નદી બે કાંઠે વહેતી થઇ હતી. તાપી નદીના પ્રવાહમાં યુવક તણાયા હોવાની આશંકા છે. નાવડી ઓવારા પાસે મંદિરના મહારાજ ફસાયા હતા જેમનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું. ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યુસેક પાણી છોડાયુ છે.