શોધખોળ કરો

Unseasonal Rain : ગુજરાતના આ વિસ્તારમાં ગત રાત્રે અને સવારે પડયો ગાજવીજ સાથે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Unseasonal Rainહવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેર માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અહીં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે. ડુમ્મસમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.

Unseasonal Rain:હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેર માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અઙીં વહેલી સવારથી કમોસમી  વરસાદ શરૂ થયો છે. ડુમ્મસમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.  સુરતમાં આજે  સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અહીં  ના અડાજણ પાલ વિસ્તાર માં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો વહેલી સવારે વરસાદી માહોલ જામતા વિઝિબિલિટી પણ ઘટી હતી જેથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદના કારણે વાતાવરણ   ધૂંધળું થઇ ગયું હતું.

 વડોદરાના  ડભોઇ પંથકમાં  વહેલી સવારથી કમોસમી વરસાદ મંડાયો છે. ગતસાંજે ચનવડા,ધરમપુરી,વડજ,તેનતળાવમાં  પણ માવઠુ થયું હતું. વહેલી સવારે નગરના મહુડી ભાગોળ, ઝારોલાવગા, લાંઠીબજાર, ટાવર બજાર ડેપો સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ  થતાં અનક વિસ્તારમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદના પગલે ઉનાળુ પાકની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દાહોદ જિલ્લામાં પણ ગત રાતથી વરસાદ વરસી રહ્યો છે. અહીં દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. સમગ્ર જિલ્લામા  વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતા મૂકાયા છે.

નવસારી જિલ્લામાં પણ  વહેલી સવારથી કમોસમી વરસાદની ધીમી ધારે શરૂઆત થઇ છે. અહીં જલાલપોર તાલુકાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો. જલાલપોર તાલુકાના આસુંદર મરોલી ધામણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અહીં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી આજે રાજ્યમાં છૂટછવાયો  કમોસમી વરસાદ પડી શકે છે પરંતુ ત્યારબાદ 1 અને 2 મે દરમિયાન ફરી આંશિક તાપમાનમાં વધારો થશે અને આ બે દિવસ દરમિયાન વરસાદની નહિવત શક્યતા છે. જો કે 2 દિવસ બાદ એટલે 3થી 7 મે સુઘી રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને તાપમાન ઘટશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે

Gujarat Weather Update: રાજ્યના 36 તાલુકામાં વરસાદ, ગોંડલમાં દોઢ ઈંચ વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે રાતથી જ વરસાદ શરુ થયો હતો. તો બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારના બે કલાકમાં ગોંડલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે કોટડા સાંગાણી અને જામકંડોરણામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.

સવારના બે કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં કોડીનાર, માંગરોળ, કેશોદ અને મેંદરરડામાં અડધો-અડધો ઇંચ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો હતો. ગોંડલ યાર્ડમાં મરચાની ભારી મોટા પ્રમાણમાં પલળી ગઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તૈયાર મરચાનો પાક પલળી જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એક બાજુ મરચાના ભાવ આસમાને તો બીજી બાજુ સતત બીજી વખત મરચાનો પાક માર્કેટિંગ યાર્ડમાં પલળ્યો છે. મરચાની સાથે ડુંગળીનો પાક પણ પલળ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Assembly Elections 2024 Live: મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન, મોહન ભાગવત અને અજિત પવારે કર્યું મતદાન
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Vastu Tips: ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું કરો પાલન, થશે આર્થિક લાભ
Embed widget