શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ તાલુકામાં તુટી પડ્યો વરસાદ, એક જ દિવસમાં 2.71 ઇંચ ખાબક્યો
મંગળવારે દિવસ દરમિયાન ૭ તાલુકામાં 1થી ૨.૭૧ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
અમદાવાદઃ રાજ્યના ખેડૂતો માટે હજુ આગામી બે દિવસ ભારે રહેશે. હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે.
મંગળવારે દિવસ દરમિયાન ૭ તાલુકામાં 1થી ૨.૭૧ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૪૪.૬૫ ઈંચ સાથે સિઝનનો ૧૩૬.૫૦ ટકા વરસાદ નોંધાયો છે.
મંગળવારે સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન ગીર સોમનાથના ગીર ગઢડામાં ૨.૧૨ ઈંચ, જુનાગઢના માળિયામાં ૧.૪૧ ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૧.૧૮ ઈંચ, નર્મદાના સાગબારામાં ૧.૦૬ ઈંચ, અમરેલીના લાઠી-કચ્છના અંજાર માં ૧ ઈંચ સુધીના વરસાદનો સમાવેશ થાય છે. રાણાવાવમાં બપોરે ૧૨થી ૨ દરમિયાન ૦.૯૦ ઈંચ અને બપોરે ૨થી ૪ દરમિયાન ૧.૮૧ ઈંચ વરસાદ નોંધાયો હતો.
દરમિયાન વેધર વોચ ગૂ્રપનો મંગળવારે વેબિનાર યોજાયો હતો. જેમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે ગુજરાતના ૧૭ જિલ્લાના ૨૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતના કયા તાલુકામાં મંગળવારે વધુ વરસાદ ?
તાલુકો |
જિલ્લો |
વરસાદ |
રાણાવાવ |
પોરબંદર |
૨.૭૧ |
ગીર ગઢડા |
ગીર સોમનાથ |
૨.૧૨ |
માળિયા |
જુનાગઢ |
૧.૪૧ |
કલ્યાણપુર |
દ્વારકા |
૧.૧૮ |
સાગબારા |
નર્મદા |
૧.૦૬ |
લાઠી |
અમરેલી |
૧.૦૦ |
અંજાર |
કચ્છ |
૧.૦૦ |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement