શોધખોળ કરો

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ

રવિવારે રાજ્યના ચાર શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોધાયું છે. અમરેલીમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Unseasonal Rain: અગનભઠ્ઠીમાં ગુજરાતીઓ શેકાવા તૈયાર રહે. હવામાન વિભાગે બે દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરી છે  અને ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ કચ્છમાં બે દિવસ હીટ વેવની સંભાવના છે. હવામાન વિભાગના અનુસાર આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. જેના પગલે તાપમાન 41થી 43 ડિગ્રીની આસપાસ રહેશે. રવિવારે રાજ્યના ચાર શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોધાયું છે. અમરેલીમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે ભૂજમાં 40.3, રાજકોટમાં 40.5, સુરેંદ્રનગરમાં 40.3 અને અમદાવાદમાં 39.8 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચ્યો હતો.

ગરમીના પ્રકોપ વચ્ચે બે દિવસ બાદ ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બસ સક્રિય થવાના કારણે 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 26 એપ્રિલે અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પડશે કમોસમી વરસાદ. તો 27 એપ્રિલે ભાવનગર,બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે.

આ રાજ્યોમાં આવતા અઠવાડિયે વરસાદ પડશે

IMD બુલેટિન અનુસાર, રવિવાર અને મંગળવારે અનુક્રમે ઉત્તર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની સંભાવના છે. આ સિવાય રવિવાર અને સોમવારે ઓડિશામાં કરા પડવાની સંભાવના છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ત્યાં જ સોમવારે બિહારમાં કરા પડવાની સંભાવના છે.

IMD એ આગામી બે દિવસમાં ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં ગાજવીજ, વીજળી, તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી અને કહ્યું હતું કે તે પછી ધીમે ધીમે ઘટશે. રવિવારે આસામ અને મેઘાલય રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢના પૂર્વ ભાગોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટોછવાયો વરસાદ પડશે. આ ઉપરાંત સોમવાર સુધી છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આગામી બે દિવસમાં કરા પડી શકે છે.

બીજી તરફ જો દરિયાકાંઠાના રાજ્યોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ, યનમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને માહેમાં સોમવાર સુધી વરસાદ ચાલુ રહી શકે છે. આવતીકાલે કોસ્ટલ આંધ્ર, યાનમ, તેલંગાણામાં પણ કરા પડવાની સંભાવના છે.

IMD એ જણાવ્યું કે આ વિસ્તારોના ભાગો, બાકીના આંધ્રપ્રદેશ અને તેલંગાણા, આંતરિક કર્ણાટક સહિતના અન્ય રાજ્યોમાં આગામી ચાર દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ભારતના બાકીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા પ્રદેશોમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવા, છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં બુધવાર અને ગુરુવારે હળવો અને છુટો છવાયો વરસાદ પડે તેવી શકયતા છે. જેથી ધોમ ધખતા ઉનાળામાં ગરમીમાં સેકાતા ગુજરાતીઓને વરસાદમાંથી મોટી રાહત મળે તેવી શક્યતા છે.  હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રાજસ્થાન સિવાય સમગ્ર વિસ્તારમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Embed widget