શોધખોળ કરો

ગુજરાતમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ ?

આગામી ત્રણ દિવસમાં મોનસૂન કેરળમાં પ્રવેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.  ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.   દેશના દક્ષિણના રાજ્યોમાં મોનસૂન સમયથી પહેલા પહોંચે તેવી શક્યતા છે.

ગાંધીનગર: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.  દાહોદ,મહિસાગર,ગીર સોમનાથ, પોરબંદરમાં સામાન્ય વરસાદ પડશે. 31 મેના કેરળમાં ચોમાસાનું આગમન થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. આગામી ત્રણ દિવસમાં મોનસૂન કેરળમાં પ્રવેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.  ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.   દેશના દક્ષિણના રાજ્યોમાં મોનસૂન સમયથી પહેલા પહોંચે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં ચાર-પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને ત્યારબાદ ગરમીમાં વધારો થઈ શકે છે. હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યા છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદ વરસવાનો સંયોગ સર્જાયો છે. જેથી વરસાદની સંભાવના નકારી ના શકાય.

ઉલ્લેખનીય છે કે, ગત 17 મેના રોજ તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં કહેર વર્તાવ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેતી અને વીજ પુરવઠાને ભારે નુકસાન થયું છે. બીજી તરફ અનેક વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. હજી પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ નથી ત્યાં તો વધુ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.

ગુરુવારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. મહેસાણાનાઉંઝા સહિત કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોને નુકસાનની શક્યતા છે.

તો આ બાજુ બનાસકાંઠા જિલ્લાના કાંકેરજ, થરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક શરુ થયેલા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉનાળું પાકને નુકસાન થવાની શક્યતા છે.

તો આ બાજુ પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારમાં પણ ગુરુવારે વરસાદ વરસ્યો હતો. ગુરુવારે પાટણના બાલીસણા, સંડેર, રણુજ સહિતના વિસ્તારમાં એકાએક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથેના વરસાદના કારણે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તો અચાનક વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ઉનાળું પાકને નુકસાનની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

Embed widget