Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું વરસી શકે છે. બોટાદ, રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ,પંચમહાલ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારીમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે
આગામી 6 દિવસ સુધી રાજ્યમાં વરસાદની માહોલ રહેશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. 21 થી 24 મે સુધી કેટલાક જિલ્લામાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. રાજકોટ, અમરેલી , ભાવનગર , ગીરસોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, વાતાવરણમાં મોટો પલટો આવવાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. 21 મેથી હવામાનમાં મોટો પલટો આવશે. જેને કારણે ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થઈ જશે. તેમણે કહ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની આવવાની શક્યતા છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 28 મે થી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25 થી 31 સુઘી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
આ તારીખે આવશે વાવાઝોડું
24થી 28મી મે વચ્ચે વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. મુંબઈ અને ગોવા વચ્ચે સિસ્ટમ સક્રિય થશે. આ કારણે ભારે વરસાદ વરસશે. 24થી 28 વચ્ચે વાવાઝોડુ ઉદ્ભવશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 24મેથી 28 મે દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલે ભયાનક વાવાઝોડાની આગાહી કરી હતી. અંબાબાલ પટેલે આગાહી કરી હતી કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાની અસર વર્તાશે. 24થી 28 મે વચ્ચે વાવાઝોડુ સર્જાશે. આ વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.





















