(Source: ECI/ABP News/ABP Majha)
Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસાદની આગાહી, જાણો અમદાવાદમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્ય પર હાલ વરસાદી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.
Rain Forecast:હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્ય પર હાલ વરસાદી કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન વિશે વાત કરતા જણાવ્યું કે, આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા નથી જો કે છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લીના ભાગોમાં હળવાથી મધ્યમથી વરસાદનો અનુમાન છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના નિષ્ણાત કમલેશભાઇના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત તરફ એક સાયક્લોનિક સ્ટક્યુલેશન બનશે. આ સર્ક્યુલેશની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ નોંધાશે. અત્યાર સુધી રાજ્યમાં 92 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલે શું કરી આગાહી
આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે ત્યારે મોટેભાગે ઓગસ્ટ મહિનામાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેતો હોય છે. જોકે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો રહેતો હોય છે પરંતુ આ વર્ષે ભારે ભેજના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સોમાલિયા તરફથી આવતા પવન ભારે ભેજ લઇને આવશે એટલે વરસાદનું વાહન ભારે રહેશે. સાબરમતી અને નર્મદા નદીના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આજથી 9મી ઓગષ્ટ સુધી ભારે પવન સાથે ભારે વરસાદ રહેશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 કી.મી પ્રતિ કલાક કરતા વધુની ઝડપનો પવન ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વના રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરામાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાનના ઘણા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. રાજસ્થાનની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.