શોધખોળ કરો

સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 153 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 6.3 ઇંચ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘમહેર યથાવત છે. સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડમાં 6.3  ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ:  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘમહેર યથાવત છે. સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડમાં 6.3  ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મધ્ય ગુજરાતમાં પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.  ભારે વરસાદ વરસતા સ્થાનિક નદી નાળા, કોતરો છલકાયા હતા. કોતરોના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. જાંબુઘોડા અને રામપુરાને જોડતા માર્ગ પર આવતા કોઝવે પર ફરી વળતા માર્ગ બંધ થયો  હતો. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યાં છે.

આગામી 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસશે વરસાદ

ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક વરસાદ વરસશે.   આ અંતર્ગત વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન છે. બે દિવસ બાદ ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં હજુ 17 ટકા વરસાદની ઘટ છે. 

અમદાવાદમાં કડાકાભડાકા સાથે વરસાદ

આજે વહેલી સવારે અમદાવાદમાં કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે.

શહેરના વટવા, રામોલ વિસ્તારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તો મણિનગર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં એક ઇંચ આસપાસ વરસાદ પડ્યો હતો. સવારે બે કલાક વરસાદ પડ્યા બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. 

વાડજ વિસ્તારમાં આવેલ સ્વાગત એપાર્ટમેન્ટના બી-૬ બ્લોકના ધાબા પર વિજળી પડી હતી. વિજળી પડતા જ ધાબાની દિવાલમાં સામાન્ય નુકશાન થયું હતું, જેમાં ઓવરહેડ ટાંકી તૂટી ગઇ હતી. સાથે સાથે 12 ફલેટમાં વીજઉપકરણો બંધ થઇ ગયા હતા. ફ્લેટની બહારની દિવાલ જાણે આગ લાગી હોય તે રીતની કાળી થઈ ગઈ હતી. એપાર્ટમેન્ટના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદને કારણે લોકોની ઊંઘ ઉડી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગનું લેટેસ્ટ નાઉકાસ્ટ: આગામી 3 કલાક અમદાવાદ, સુરત સહિત 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget