Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન, રાજુલા, જાફરાબાદ,ખાંભા અને વડિયા પંથકમાં વરસાદ
અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદનની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ,ખાંભા અને વડિયા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.

- અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ, ખેડૂતો ખુશખુશાલ.
- ભાવનગરના મહુવા-સિનોરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ.
- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં ચોમાસુ સક્રિય.
અમરેલી: અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વરસાદનની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ,ખાંભા અને વડિયા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. અમરેલીના રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ડુંગર માંડળ, મોરંગી, કુંભારીયા દેવકા, ખાંભાલિયામાં વરસાદ વરસ્યો છે.
રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. રામપરા, ભેરાઈ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદની રાહ જોતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
બગસરા પંથકમાં પણ વરસાદની એન્ટ્રી
અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. બગસરાના મોટા મુંજયાસર, ડેરી પીપળીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જાફરાબાદ, રાજુલા, ખાંભા અને વડિયા પંથકમાં વરસાદ વરસ્યો છે. કાગવદર, મીઠાપુર, દુધાળા, હેમાળ, લોર ગામમાં વરસાદ વરસ્યો છે. ખેરા, પટવા, સમઢિયાળા, હિંડોરણા, વડ, છતડીયામાં વરસાદ વરસ્યો છે. પાટી માણસા, કડિયાળી ગામોમાં વરસાદ વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ છે.
ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ
ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. મહુવા અને સિનોરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભાવનગરના મહુવા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી મહુવાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગાર્ડન રોડ, કુંભારવાડા, ખારના ઝાપા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. મોટા ખુટવડા, ઉમણીયાવદર, બાંભણિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં મૂકાયા છે.
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ 1થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5થી 6 દિવસ દરમિયાન ચોમાસું વધારે સક્રિય રહેશે અને વરસાદની તીવ્રતામાં વધારો થવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસું છેલ્લા એક અઠવાડિયાથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું તેમાં હવે ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. નવસારીમાં સૌથી વધુ 4.53 ઈંચ વરસાદ ખાબક્યો છે.





















