Gujarat Weather Update: કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતમાં આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ કાતિલ, હાડ થીજાવતી ઠંડીની આગાહી કરી છે. કાતિલ ઠંડીની વચ્ચે ગુજરાતમાં વરસાદના પણ સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.
Gujarat Weather Update: હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ કાતિલ, હાડ થીજાવતી ઠંડીની આગાહી કરી છે. કાતિલ ઠંડીની વચ્ચે ગુજરાતમાં વરસાદના પણ સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.
હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ કાતિલ, હાડ થીજાવતી ઠંડીની આગાહી કરી છે. કાતિલ ઠંડીની વચ્ચે ગુજરાતમાં વરસાદના પણ સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે આગામી દિવસોમાં એટલે . 28 જાન્યુઆરી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. તો કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે તો 29 જાન્યુઆરીથી ફરી ઠંડીમાં થશે વધારો થશે. રાજકોટ ગીર સોમનાથ, જૂનાગઢ કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા જોવા મળી રહી છે. આ સમય દરમિયાન બનાસકાંઠા અને પાટણમાં વરસાદ રહી શકે છે. હાલ 28 સુધી તાપમાનનો પારો ઉચે જતાં ઠંડીમાં આંશિક રાહત મળશે. હાલ નલિયામાં રાજ્યનું સૌથી વધુ ઠંડુગાર સ્થળ રહ્યું ક્યાં કેટલું તાપમાન નોંધાયું. જાણીએ
તાપમાન ક્યાં કેટલું નોંધાયું
નલિયા. 5.8 ડિગ્રી
ભુજ. 9.7 ડિગ્રી
રાજકોટ. 8.7 ડિગ્રી
પોરબંદર. 9 ડિગ્રી
દિવ. 9.9 ડિગ્રી
સુરેન્દ્રનગર. 9.9 ડિગ્રી
કેસોદ. 8.9 ડિગ્રી
ડીસા. 9.1 ડિગ્રી
ગાંધીનગર. 9.2 ડિગ્રી
અમદાવાદ. 10.4 ડિગ્રી
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત, જાણો ક્યારથી ઠંડીમાં લોકોને મળશે રાહત?
ગાંધીનગરઃ રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના નવ શહેરમાં ઠંડીનું તાપમાન 11 ડિગ્રીથી નીચુ નોંધાયુ હતુ. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ત્રણ દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેશે. જ્યારે કચ્છમાં આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. શુક્રવારથી તાપમાન ચાર ડિગ્રી જેટલુ વધતા ઠંડીમાં આંશિક રાહત અનુભવાશે. રાજ્યમાં ઠંડીના આંકડાની વાત કરીએ તો 6.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જ્યારે કેશોદમાં ઠંડીનો પારો આઠ ડિગ્રી પર પહોંચ્યો હતો.
અમરેલીમાં ઠંડીનો પારો 9.6 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ અને રાજકોટમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં 10.4 ડિગ્રી, ગાંધીનગરમાં 10.7 ડિગ્રી, પોરબંદરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ડીસામાં 11.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, દીવમાં 11.8 ડિગ્રી, મહુવામાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. વેરાવળમાં 12.6 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી, દમણમાં 13.4 ડિગ્રી, વલસાડમાં 13.5 ડિગ્રી, સુરતમાં 14 ડિગ્રી અને દ્વારકામાં ઠંડીનું તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતુ.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ રહેશે. અમદાવાદમાં બે દિવસ 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. ત્રણ દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. જેને લઈ દિવસે પણ કડકડતી ઠંડી રહેશે. તો ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.