(Source: ECI/ABP News/ABP Majha)
Rain: સૌરાષ્ટ્રના માથે સંકટ, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Rain: ગુજરાતમાં વરસાદી આફત આવી પડી છે. ઠેર ઠેર પાણી અને પુરની સ્થિતિ સર્જાતા અનેક ગામોના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે, લોકો સંપર્ક વિહોણા બન્યા છે
Rain: ગુજરાતમાં વરસાદી આફત આવી પડી છે. ઠેર ઠેર પાણી અને પુરની સ્થિતિ સર્જાતા અનેક ગામોના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે, લોકો સંપર્ક વિહોણા બન્યા છે. હજુપણ ગુજરાતના માથેથી આફત ટળી નથી. હાલમાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ તબાહી મચાવશે.
હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરી છે, તે મુજબ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી સંકટ વધુ ઘેરુ બનશે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં કચ્છ, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ત્રણ કલાકમાં દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ મેઘરાજા તબાહી મચાવશે. ખાસ વાત છે કે, સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ કલાક બનાસકાંઠા અને પાટણમાં માટે ભારે બતાવવામાં આવ્યા છે. અહીં પણ વરસાદ તુટી પડશે.
રાજ્યમાં વરસાદને પગલે તંત્ર એલર્ટ મૉડમાં આવ્યુ છે. આજે પણ બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી વરસાદની આગાહી છે.
રાજ્યમાં 806 રસ્તાઓ બંધ
ભારે વરસાદના કારણે રાજ્યમાં ચાર વાગ્યાની સ્થિતિમાં 806 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 સ્ટેટ હાઈવે , 3 નેશનલ હાઈવે, 675 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા હતા. સુરેંદ્રનગર જિલ્લાના 82 રસ્તા, ખેડા જિલ્લાના 72 રસ્તા, રાજકોટ જિલ્લાના 55 રસ્તા, વડોદરા જિલ્લાના 53 રસ્તા, નવસારી જિલ્લામાં 45 રસ્તા બંધ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. મોરબીમાં 43, જામનગરમાં 42,વલસાડમાં 41, દાહોદ જિલ્લામાં 41 રસ્તા, કચ્છ જિલ્લામાં 33 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.રાજકોટ જિલ્લામાં 55 રસ્તાઓ, વડોદરા જિલ્લામાં 53 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 45 રસ્તાઓ,મોરબી જિલ્લામાં 43,જામનગર જિલ્લામાં 42,વલસાડ જિલ્લામાં 41,દાહોદ જિલ્લામાં 41 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. કચ્છ જિલ્લામાં 33 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.
આ પણ વાંચો
Rain: ગુજરાતમાં વરસાદ બન્યો આફત, સીએમ સાથે પીએમ મોદીએ ફોન પર કરી વાત, શું કરવા કહ્યું ?