Rain Update: અમદાવાદમાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી, જાણો આજ અને કાલ માટે હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.
Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગે ગુજરાતમાં 19થી 21 જુલાઇ સુધી વરસાદની આગાહી કરી છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. અમદાવાદમાં પણ સવારથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ શહેર અને આસપાસના ગામડામાં દિવસભર વરસાદ રહેશે. કાલે પણ અમદાવાદમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે.
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારથી મેઘરાજાએ એન્ટ્રી કરતા સવારે ઓફિસ અને વ્યવસાય અર્થ જતાં લોકોને પરેશાની થઇ હતી. વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદમાં જીવરાજપાર્ક, વેજલપુર, પાલડી,બાપુનગર, ઠક્કરબાબા નગર,નારોલ ગામમાં વરસાદ વરસ્યો. ઉપરાંત નિકોલ, વાડજ, ઘાટલોડિયામાં પણ વરસાદી માહોલે જમાવટ કરી છે. બોપલ. શેલા, સીલજ, સાયન્સ સિટીમાં વરસાદના કારણે રોડ પર પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ
- રાજ્યના પાંચ તાલુકાઓમાં 10થી 22 ઈંચ વરસાદ
- રાજ્યના 11 તાલુકાઓમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ
- રાજ્યના 5 તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ વરસાદ
- ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ
- વેરાવળમાં ખાબક્યો 20 ઈંચ વરસાદ
- તલાલામાં વરસ્યો 15 ઈંચ વરસાદ
- રાજકોટના ધોરાજીમાં ખાબક્યો 15 ઈંચ વરસાદ
- કોડીનારમાં નવ ઈંચ વરસાદ
- રાજકોટના જામકંડોરણામાં સાત ઈંચ વરસાદ
- રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ
- જૂનાગઢના મેંદરડા અને માળીયાહાટીનામાં સવા ચાર ઈંચ વરસાદ
- વલસાડના વાપીમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કેશોદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દસાડામાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વડાલીમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વિસાવદર, માણાવદરમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડભોઈમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સંખેડામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઈડરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કડાણામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં આણંદમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગઢડામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધોળકામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મુળીમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જેતપુરમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બોરસદમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં માંડલમાં સવા ઈંચ વરસાદ