શોધખોળ કરો
Advertisement
હાડ થીજવતી ઠંડીની વચ્ચે રાજ્યમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજયના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરવામા આવી છે.
રાજયમાં હાડ થિજાવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 અને 3 જાન્યુઆરીએ સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં સમાન્ય વરસાદ વરસી શકે છે.
માવઠાની આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં રવી સીઝનનું વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદ જિલ્લામાં પણ આ સમયે વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજયના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરવામા આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનેક સ્થળો એ હવામાન પલ્ટો આવેલ હતો. અને ઠેર-ઠેર કમોસમી વરસાદ પડયો હતો. જેથી ખેડુતોના ઘઉં-જીરૂ-બાજરી-ચણા સહીતનાં પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યુ હતુ. અને ખેડુતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતી સર્જાઇ હતી. દરમ્યાન ફરી તા. ર અને 3 જાન્યુઆરીએ માવઠાની શકયતાનાં પગલે ખેડુતોની મુશ્કેલી વધવાનાં એંધાણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
સુરત
Advertisement