શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જો કે છૂટછવાયો વરસાદ કેટલાક જિલ્લામાં પડી રહ્યો છે. આજે 27 જિલ્લામાં વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast:હવામાન વિભાગની (Meteorological Department) આગાહી  (Forecast,)મુજબ રાજ્યના 27 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. . અલગ અલગ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવોથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.

ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ (rain)વરસી શકે છે.. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ઝરમર વરસાદ (rain) વરસી શકે છે

મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદ વરસી શકે છે. ખેડા,અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની (rain) શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં  હળવોથી મધ્યમ વરસાદ  વરસી શકે છે.

કચ્છ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં  ઝરમર વરસાદ વરસી શકે છે.

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળો પર આજે ઝરમર વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશોમાં મોસમનો મિજાજ બદલાય શકે છે, અહીં સામાન્ય વરસાદની આગાહી છે.

રાજ્યના આટલા ડેમમાં થયા ઓવરફ્લો

રાજ્યના કુલ 207 પૈકી 116 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  કચ્છ-સૌરાષ્ટ્રના 94 જળાશયો ઓવરફ્લો થયા છે. તો મધ્ય ગુજરાતના 11, દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના બે જળાશયો ઓવરફ્લો છે.પાણીની ભારે આવકથી રાજ્યના 172 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 151 ડેમ હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર  છે.

ચોમાસાની સિઝનનો ક્યો કેટલો વરસ્યો વરસાદ

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

આ પણ વાંચો

આ સરકારી યોજનાથી 20 લાખથી વધુ લોકોને મળશે રોજગારી, મોદીએ ગુજરાતમાં કરી મોટી જાહેરાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના

Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
US Presidential Election 2024 Live Updates: એક્ઝિટ પોલમાં કમલા હેરિસથી આગળ નીકળ્યા ટ્રમ્પ, કેંટકી-ઇન્ડિયામાં રિપબ્લિકન પાર્ટી જીતની સંભાવના
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Embed widget