Rain Forecast: 28 મે સુધી રાજ્યના આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, અંબાલાલે આપી ચેતવણી
Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે, 28 મે સુધી ભારે પવન સાથે અંબાલાલે વરસાદની આગાહી કરી છે.

Rain Forecast: હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 28 મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ સંભવિત શક્તિ વાવાઝોડાની અસરને લઈને આજથી 28મી મે સુધી રોજ સાંજે આંધી, વંટોળ અને વરસાદ આવશે, આજથી 28મી સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છમાં અસર જોવા મળશે. 28થી31મી મે સુધી ગુજરાતના દરીયા કિનારાના વિસ્તારમાં વરસાદ પડશે,સંભવિત વાવાઝોડુ નબળું પડી ગયું છે. બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બની રહી છે.અરબ સાગર અને બંગાળના ઉપસાગરની 2 સિસ્ટમના કારણે ભારે પવન ફૂંકાશે.ગુજરાતના દરિયા કાંઠે 50 કી.મી. પ્રતિકલાક કરતા વધુની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ પડશે. આગામી ત્રણથી 4 દિવસમાં સુરત નવસારી, વલસાડમાં ભારે વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાત જિલ્લામાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 મેની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. જેમાં પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. વિગતવાર જિલ્લાની વાત કરીએ તો 27ની આસપાસ વડોદરા, અમદાવાદ, સાબરકાઠાં, અરવલ્લી, મહેસાણા, તાપી વલસાડ, ભરૂચ, તાપીમાં વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 27 એપ્રિલે ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાયના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. જો કે 30 મે બાદ રાજ્યમાં પ્રમાણમાં વરસાદનું જોર ઘટી જશે.
ગુજરાતમાં ચોમાસાની દસ્તક ક્યારે
આગામી બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50થી 60 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાશે. બે દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થશે. આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે. હાલ આ સિસ્ટમ કોંકણના દરિયાકાંઠા પાસે છે. આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ જઈ રહી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, 29મી મે સુધી આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.





















