શોધખોળ કરો

Gujarat Rain: આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યા-ક્યા વિસ્તારમાં વરસશે વરસાદ

પ્રિમોનસૂન એક્ટિવિટીને લઈ હાલ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, તો પ્રિ-મોનસૂનના આરંભે જ રાજ્યમાં આફત શરૂ થઈ ગઈ છે.

આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજે અમદાવાદ સહિત આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસશે વરસાદ. 10 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસશે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં સુરેંદ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસશે વરસાદ.

11 જૂને અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસશે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે.

12 જૂને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ વરસશે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે, તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઘટશે.

પ્રિમોનસૂન એક્ટિવિટીને લઈ હાલ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, તો પ્રિ-મોનસૂનના આરંભે જ રાજ્યમાં આફત શરૂ થઈ ગઈ છે. વીજળી પડતા રાજ્યમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. જેમાં લીંબડીના જાંબુ અને નાની કઠેચી ગામે વીજળી પડવાથી બેના મોત નિપજ્યા છે. જ્યારે પાટણના હારીજમાં એક અને ભાવનગરના સિહોરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. તો આ તરફ ધંધુકાના જીળાય ગામમાં વાવાઝોડાથી ફંગોળાતા 11 વર્ષનો બાળક કેનાલમાં ગરકાય થયો હતો.

અમરેલી જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામોમાં આજે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. લીલીયા તાલુકાના તલાવડા ગામ જ્યાં ધોધમાર વરસાદ વરસતા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા. તો સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઈ હતી. ભારે પવન સાથે હાડીડા અને તેની આસપાસના લીખાળા, સાપરી સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. તો સાવરકુંડલાના નાળ ગામે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ટોપ સ્ટોરી

'મંદિરોને મૉલ અને હૉટલ જેવા બનાવાઈ રહ્યાં છે', શંકરાચાર્યના નિવેદનને મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજીનું સમર્થન
'મંદિરોને મૉલ અને હૉટલ જેવા બનાવાઈ રહ્યાં છે', શંકરાચાર્યના નિવેદનને મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજીનું સમર્થન
Himatnagar: ઘટતી વસતિ અંગે ચિંતા, ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો 51 હજાર આપશે કચ્છ કડવા પાટીદાર સમાજ
Himatnagar: ઘટતી વસતિ અંગે ચિંતા, ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો 51 હજાર આપશે કચ્છ કડવા પાટીદાર સમાજ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

વિડિઓઝ

Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
Embed widget