શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડી  શકે છે.  દાહોદ, ,પંચમહાલ, ખેડા, મહીસાગરમાં માવઠું પડવાની શક્યતા છે.

ગાંધીનગર: ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડી  શકે છે.  દાહોદ, ,પંચમહાલ, ખેડા, મહીસાગરમાં માવઠું પડવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદ પડી શકે છે.  હાલ તો તાપમાન સામાન્ય રહેશે જો કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

હવામાન વિભાગેની આગાહી મુજબ રાજ્યમાં  કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  જેના પગલે ફરી  એકવાર જગતના તાતની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  છોટાઉદેપુર, તાપી, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી તેમજ વલસાડમાં સામાન્ય વરસાદની સંભાવના છે. 

મહીસાગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે.  મહીસાગર જિલ્લાના વીરપુરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લુણાવાડા તાલુકાના મલેકપુર ગોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.  મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.  

દક્ષિણના બે રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશના ભાગોમાં ચક્રવાતી તોફાનનો ખતરો છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન 4 ડિસેમ્બરની સાંજની આસપાસ આંધ્ર પ્રદેશના માછલીપટ્ટનમ અને તમિલનાડુના ચેન્નાઈના દરિયાકાંઠાને પાર કરશે. ગઈકાલે આઈએમડી બુલેટિન અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા છેલ્લા 12 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.

'ચક્રવાતી તોફાનનો ખતરો'

IMD મુજબ તોફાન  પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની, 2 ડિસેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બનવાની અને 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની ધારણા છે. તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને ચક્રવાતી તોફાન તરીકે 4 ડિસેમ્બરની સાંજની આસપાસ ચેન્નાઈ અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠાને પાર કરશે.

ચેન્નઇમાં વરસાદની આગાહી 

હવામાન વિભાગે   શુક્રવારે સવારે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. આગામી ત્રણ કલાકમાં તમિલનાડુના તિરુવલ્લુર, ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, નાગપટ્ટનમ અને રામનાથપુરમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રે એમ પણ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનો અનુભવ થશે. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઈ શકે છે. છૂટક/અસુરક્ષિત માળખાને કારણે નજીવું નુકસાન થશે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
Embed widget