છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં મેઘમહેર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારી તાલુકામાં 2.5 ઈંચ નોંધાયા છે. મહેસાણાના સતલાસણામાં 2.5 અને સાબરકાંઠાના વડાલીમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ
મહેસાણાના સતલાસણામાં 2.5 ઈચ વરસાદ
સાબરકાંઠાના વડાલીમાં 2 ઈચ જેટલો વરસાદ
સુરતના માંગરોળમાં 1.5 ઈચ વરસાદ
સુરતના માડવીમાં 1.5 ઈચ વરસાદ
સાબરકાંઠાના વિજયનગરમાં 1.5 ઈચ વરસાદ
મહિસાગરના વિરપુરમાં 1.5 ઈચ વરસાદ
તાપીના સોનગઢમાં 1.5 ઈચ વરસાદ
અમરેલીના ખાંભામાં 1.5 ઈચ વરસાદ
વડોદરાના કરજણમાં 1.5 ઈચ વરસાદ
નવસારીના ગોધાવીમાં 1 ઈચથી વઘારે વરસાદ
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 7 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભવાના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
અમદાવાદમાં વરસાદ ખેંચાયો
અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે.ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16.98 ટકા અને અમદાવાદ જિલ્લામાં 4.૦1 ઈંચ સાથે મોસમનો 17.77 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ હજુ સુધી વરસાદનું પ્રમાણ ત્રણ ગણાથી પણ ઓછું છે. અમદાવાદ જિલ્લામાંથી અન્યત્ર બાવળામાં 1.85 ઈંચ સાથે 6.84 ટકા, દસ્ક્રોઇમાં ૦.78 ઈંચ સાથે 3.11 ટકા, દેત્રોજમાં ૦.૦7 ઈંચ સાથે ૦.33 ટકા, ધંધુકામાં 5.90 ઈંચ સાથે 20.71 ટકા, ધોલેરામાં 2.79 ઈંચ સાથે 10.19 ટકા, ધોળકામાં 3.66 ઈંચ સાથે 12.53 ટકા, માંડલમાં ૦.86 ઈંચ સાથે 4.21 ટકા, સાણંદમાં ૦.35 ઈંચ સાથે 1.12 ટકા અને વિરમગામમાં 2.36 ઈંચ સાથે 9.52 ટકા વરસાદ નોંધાયો છે.