શોધખોળ કરો

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં વરસ્યો વરસાદ

Gujarat Rain Update:હવામાન વિભાગની આગાહી દરમિયાન છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આગામી સાત દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Update:હવામાન વિભાગની આગાહી દરમિયાન  છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આગામી સાત દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

રાજ્યના કેટલાક વિસ્તારો હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

તાપીના કુકરમુંડામાં વરસ્યો સૌથી વધુ પડ્યો વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી  દરમિયાન તાપીના કુકરમુંડામાં સૌથી વધુ  સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો. ઉપરાંત તાપીના વ્યારામાં અઢી ઈંચ વરસાદ  વરસ્યો, વલસાડ તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો, છોટા ઉદેપુરના બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ  વરસ્યો. તાપીના નિઝરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ,નર્મદાના સાગબારામાં બે ઈંચ વરસાદ વરસ્યો,વલસાડના વાપીમાં પોણા બે ઈંચ વરસાદ  વરસ્યો. છોટા ઉદેપુરના નસવાડીમાં દોઢ ઈંચ વરસાદ  વરસ્યો,

ઉપરાંત પંચમહાલમાં પણ મેઘરાજાના આગમને ખેડૂતોને ખુશખશાલ કરી દીધા. અહીં પંચમહાલના હાલોલમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. વલસાડના ઉમરગામ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. વાલીયા, સુરત શહેર, મહુવા, માંગરોળમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો. કપરાડા, ચિખલીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો.માંડવી, સંખેડામાં  પોણો ઈંચ વરસાદ વરસ્યો. ઝઘડીયા, કરજણ, પાવીજેતપુરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો. ડોલવણ, કપડવંજ, ગણદેવી, વાંસદામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો. વાઘોડીયા, ક્વાંટ, કાલાવડ, ઓલપાડમાં  પોણો ઈંચ વરસાદ પડ્યો

અમરેલી જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે.બાબરા, ખેરગામ, નવસારી તાલુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો, કામરેજ, નેત્રંગ, પારડીમાં અડધો ઈંચ, પલસાણામાં અડધો ઈંચ વરસાદ, ઉમરપાડા, ખાંભામાં અડધો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ વરસાદ, મોરવાહડફ, નાંદોદ, જલાલપોરમાં પા પા ઈંચ વરસાદ વરસ્યો. દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ થતાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે.

રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો દીવમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી પાંચ દિવસમાં વેગ પકડી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધશે. આગામી ચાર પાંચ દિવસ કેરળ, કોંકણ ગોવા,મધ્ય મહારાષ્ટ્ર અને દિલ્લીમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.

કેરળના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઇ છે .મલપ્પુરમ જિલ્લામાં રેડ એલર્ટ તો  કેરળના સાત જિલ્લામાં માટે વરસાદનું ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્લીમાં આજે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. અસમમાં પૂરથી 3.9 લાખથી વધુ લોકો હજુ પણ પ્રભાવિત છે. કેટલાક વિસ્તારમાં વરસાદની ગતિ ધીમી પડતા પૂરની સ્થિતિમાં સામાન્ય સુધારો થયો છે. હજુ પણ 19 જિલ્લા પૂરના પાણીમાં ગરકાવ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Embed widget