શોધખોળ કરો

દિવસભરના ઉકળાટ બાદ રાજ્યમાં ઠેરઠેર વરસાદી ઝાપટાં, અમદાવાદમાં એક ઇંચ વરસાદ, જાણો વિગતે

રાજ્યમાં એકાએક વાતાવરણ પલટાતા ભારે પવન સાથે શહેરના જુદાજુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યો છે.

અમદાવાદઃ દિવસભરની ઉકળાટ બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદે લોકોને રાહત આપી છે. એકાએક વરસાદ વરસતા રાજ્યમાં ઠંડક પ્રસરી છે. માહિતી પ્રમાણે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો. રાજ્યમાં એકાએક વાતાવરણ પલટાતા ભારે પવન સાથે શહેરના જુદાજુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યો છે. સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, શીલજ, મેમકો, દુધેશ્વર, નરોડા રોડ, જમાલપુર વિસ્તારમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન નાઉકાસ્ટે આગામી 3 કલાક સુધી ભારે પવન સાથે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડકાભડાકા સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. નાઉકાસ્ટ દ્વારા રાતના 8-30થી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં આગામી 3 કલાક વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહીંવત ગણાવી છે. જો કે ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 4 જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજયમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

ગુજરાતના આ વિસ્તારમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી...... 

કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે, આગાહી અનુસાર આવતીકાલથી રવિવાર સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે આગામી ગુરૂવારે સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, કચ્છ, શુક્રવારે અમદાવાદ, આણંદ, કચ્છ શનિવારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ તો રવિવારે દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનની સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણ (weather) રહેશે. જ્યારે 17 અને 19 જુનના રોજ હળવોથી મધ્યમ વરસાદ (Rain) વરસી શકે છે. 20-21 જુનથી વરસાદનું પ્રભુત્વ વધશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જોકે ભારે ઉકળાટની વચ્ચે ૪૦.૬ ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર વડોદરા-રાજકોટ-સુરેન્દ્રનગર-ડીસા-કંડલામાં ૩૯, ભૂજ-ભાવનગરમાં ૩૭ અને સુરતમાં ૩૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે આગામી ૩ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહિવત્ છે.

નોંધનીય છે કે, નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચુક્યું છે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું દીવ, સુરતથી આગળ વધી રહ્યું છે. અમદાવાદની સાથે સાથે ઉત્તર ગુજરાત માં પણ આગામી 15 થી 16 જૂન સુધીમાં વરસાદ થશે. જયારે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના પ્રદેશો અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે. 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 3 કલાક ભારે, અમદાવાદ-ગાંધીનગર, કચ્છ સહિત 17 જિલ્લામાં રેડ એલર્ટ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર
Gujarat Rain: બપોર સુધી મેઘરાજાની તોફાની બેટિંગ, 242 તાલુકાઓમાં ધોધમાર વરસ્યો, રાધનપુર જળબંબાકાર

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા
Embed widget