Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

Background
નર્મદા જિલ્લામાં વરસાદ વરસ્યો
નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક ઝાડ તૂટી પડ્યા હતા. ડેડીયાપાડા, સાગબારા અને રાજપીપળા શહેરમાં કાચા મકાનોના પતરા ઉડ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કેરીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. રાજપીપળા શેહરમા વીજ પુરવઠો ખોરવાયો છે.
મહીસાગર જિલ્લામાં વરસાદ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. બાલાસિનોર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે બાલાસિનોર શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે.