(Source: ECI/ABP News/ABP Majha)
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં મેઘમહેર થઈ, સૌથી વધુ પંચમહાલના મોરવાહડફમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો
અમદાવાદમાં બુધવાર અને શુક્રવારે હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ કચ્છમાં છૂટાછવાયા પવનની શક્યતા છે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરિયામાં કરંટની શક્યતાને જોતા માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં બુધવાર અને શુક્રવારે હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ કચ્છમાં છૂટાછવાયા પવનની શક્યતા છે. ત્યારે ગઈકાલે રાજ્યમાં 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરકારે જાહેરા કરેલા આંકડા અનુસાર પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં દોઢ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબિરમાં સવા ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મહીસાગરના લુણાવાડામાં એક ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પંચમહાલના શહેરામાં એક ઈંચ વરસાદ
ઉમરપાડમા, કાલોલ, સિંગવડમાં પોણો ઈંચ વરસાદ
દાહોદ, ગણદેવી, ખેરગામ, નાંદોદમાં અડધો ઈંચ વરસાદ
ડેડીયાપાડા, આહવા, સાગબારામાં અડધો ઈંચ વરસાદ
મહેમદાવાદ, સંતરામપુર, ફતેપુરા, ચીખલીમાં અડધો ઈંચ વરસાદ
આ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ મહેસાણા ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં હળવા વાવાઝોડાની અપેક્ષા છે. દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા ટકા વરસાદ નોંધાયો છે?
ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 78 ટકાથી વધુ વરસાદ થયો છે. કચ્છમાં 135 ટકા, સૌરાષ્ટ્રમાં 105 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. અન્ય ઝોનમાં પણ 60 ટકાથી વધુ વરસાદ થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 16 તાલુકાઓમાં 60 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કપરાડામાં સૌથી વધુ 95 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના સાત તાલુકાઓમાં 10 ઈંચથી ઓછો વરસાદ થયો છે.
ઘણા લોકોના મૃત્યુ
આ વર્ષે જુલાઇ મહિનામાં રાજ્યમાં સરેરાશ 17.78 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયા બાદ સરેરાશ ટકાવારી સ્થિર રહી છે. ગત વર્ષે જૂન મહિનામાં 21.25 ઈંચ વરસાદ પડ્યો હતો. આ વર્ષે વરસાદની આફતને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 158 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂર-તોફાનની પરિસ્થિતિમાં 21,000 મકાનોને નુકસાન થયું છે.