શોધખોળ કરો

Amreli Rain: રાજુલા, ખાંભા અને જાફરાબાદ પંથકમાં ફરી શરુ થયો વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી બરબાદીનો વરસાદ શરુ થયો છે.

અમરેલી :  હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી બરબાદીનો વરસાદ શરુ થયો છે. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  રાજુલા, ખાંભા, જાફરાબાદ તાલુકામાં વરસાદની શરુઆત થઈ છે. 

જાફરાબાદના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  જાફરાબાદના વડલી, વઢેરા, ચિત્રાસર, ભાડા ગામમાં વરસાદ વરસ્યો છે.  ટીંબી ગામની સ્થાનિક નદી બે કાંઠે થઈ છે. રાજુલાના ડુંગર, માંડળ, ડુંગરપરડા ગામમાં પણ વરસાદ વરસ્યો છે.  

રાજુલાના દેવકા, બાલાપર, મસુનદડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે.  ખાંભાના ડેડાણ, ભુંડણી, ત્રાકુડા સહિતના ગામમાં વરસાદની એન્ટ્રી થઈ છે. ખાંભાના નાના બારમણ, મોટા બારમણ સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. 

અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને લઈ ખેડૂતોને ખૂબ  જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાલમાં અનેક જિલ્લાઓમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહીછે. રાજ્ય સરકાર દ્વારા સર્વે બાદ ખેડૂતોને પાક નુકસાનીને લઈ સહાયની જાહેરાત કરવામાં આવશે.

2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 નવેમ્બર સુધી રહેશે.  બીજી સિસ્ટમ 5 નવેમ્બરથી સક્રિય રહેશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ સાગરમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે.  જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે.  18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાના કારણે માવઠું પડશે.     

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન 

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે.  જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે.  હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget