શોધખોળ કરો
Advertisement
Rajkot : ક્યા ઉચ્ચ અધિકારીનાં પત્નિ-પુત્રી-સાળાનાં એક્સિડન્ટમાં થયાં મોત ? ત્રણેય ક્યાં ગયાં હતાં ને મોત ભેટી ગયું ?
ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પરિવારના સભ્યોના મોત થયા છે. ગઢડાના ઢસાથી માંડવા જતા રોડ પર આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
બોટાદઃ માંડવા-ઢસા રોડ પર ગમખ્વાર અકસ્માત થતાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળો હોવાનું સામે આવ્યું છે. ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પરિવારના સભ્યોના મોત થયા છે. ગઢડાના ઢસાથી માંડવા જતા રોડ પર આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણ થતાં રાજકીય આગેવાનો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડાયા હતાં. અકસ્માતની જાણ થતા ચૂંટણી ફરજમાં વ્યસ્ત રાજકોટના ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ ઘટના સ્થળે દોડી ગયા હતા.
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલના પત્ની પુત્રી સાથે પોતાના પિયર પાલિતાણા તાલુકાના મોખડકા ગામે હતા. બહેન અને ભાણેજને મુકવા માટે ભાઈ ધનજયસિંહ ચુડાસમા રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ધનંજયસિંહ રણજીતસિંહ ચુડાસમા (ઉં.વ.૨૧) ગામ મોખડકા, ચેતનાબેન ચરણસિંહ ગોહિલ (ઉં.વ.૨૯) અને ગરીમા ચરણસિંહ ગોહિલ (ઉ.વ.૫)ના મોત નીપજ્યાં હતાં. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફીક જામ સર્જાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફીકહળવો કરી જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતદેહને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડ્યા હતા. ગમખ્વાર અકસ્માતના પગલે ભાવનગર સહિત રાજકોટમાં પણ બનાવને લઇ અરેરાટી ફેલાઇ જવા પામી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement