(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: જેતપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, માર્કેટિંગ યાર્ડમા ખેડૂતોની જણસી પાણીમાં પલળી
રાજકોટ જિલ્લાના જેતપુરમાં તાલુકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં તાલુકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટના જેતપુરમાં અચાનક ભારે વરસાદ વરસતા માર્કેટિંગ યાર્ડમા ખેડૂતોની જણસી પાણીમાં પલળી ગઈ છે.
માર્કેટિંગ યાર્ડમાં સતાધીશો દ્વારા કોઈપણ પ્રકારની વરસાદને લઈ તયારી કરવામાં ન આવતા ખેડૂતોનો પાક પાણીમાં પલળી ગયો છે. હવામાન વિભાગે અગાઉથી જાણ કરી હતી કે 14 થી 19 સુધી વરસાદ પડશે તેમ છતાં યાર્ડના સત્તાધીશો બેદરકાર જોવા મળ્યા છે.
જેતપુર માર્કેટિંગ યાર્ડમા ખેડૂતોના મરચા,ઘઉં,ધાણા સહિતનો પાક વરસાદમાં પલળી ગયો છે. જસદણ બાદ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખુલ્લામાં પડેલો તૈયાર પાકમાં નુકસાન થયું છે.
Gujarat: કમોસમી વરસાદથી ઉત્તર ગુજરાતમાં ભારે નુકસાન, માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ઘઉં,અજમો, એરંડા સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવે. આ જ સ્થિતિ અરવલ્લી જિલ્લાની છે. અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેને લઈ મોડાસા તાલુકામાં તરબૂચ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.
મોડાસા તાલુકાના વણિયાદ, કોકાપુર સહિતના ગામોમાં ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું હતું પરંતું કરા સાથે વરસાદ વરસતા તરબૂચના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ વેપારીઓ સાથે તરબૂચના સોદા પણ કરેલા જો કે માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં માવઠાએ તારાજી સર્જી છે. ઘઉં, રાયડો, એરંડો, જીરું અને બટાટા સહિતના પાકને નુકસાન થયું છે. પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ગઈકાલે એક કલાક ધોધમાર વરસાદ વરસતા યાર્ડ પાણી-પાણી થયું હતું. યાર્ડમાં ખુલ્લામાં રખાયેલી જણસી પાણીમાં ગરકાવ થઈ હતી. રાયડો, એરંડો, ઈસબગુલ સહિતનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અંદાજે 5 હજાર કરતાં વધુ બોરી ભરેલો માલ પાણીમાં પલળી જતાં વેપારીઓને પણ નુકસાન થયું છે. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને રોડવાનો વારો આવ્યો છે. સિદ્ધપુર તાલુકામાં ગઈકાલે 2 કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા ઘઉં સહિતના પાકને નુકસાન થયું છે.