શોધખોળ કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPને ઝટકો, રાજુ કરપડાએ આપ્યું રાજીનામુ, જાણો કારણ

Gujarat Politics Newsરાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, તેઓ 5 વર્ષથી AAPમાં સક્રિય હતા, પાર્ટીનો આભર માની રાજુ કરપડાએ કેજરીવાલને રાજીનામું મોકલ્યું છે.

Gujarat Politics News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના કિસાન સેલના અધ્યક્ષ રાજુ કરપડાએ આજે પાર્ટીમાંથી  રાજીનામું આપી દીધું છે. અગાઉ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ  AAPમાંથી રાજીનામું આપી ચૂક્યા છે 

રાજુ કરપડાએ પાર્ટીનો આભાર માની આજે કેજરીવાલને રાજીનામું  મોકલ્યું છે.  તેઓ 5 વર્ષથી AAPમાં સક્રિય હતા. હાલ તેમણે રાજીનામુ આપવા માટે  વ્યક્તિગત કારણોનો  ઉલ્લેખ કર્યો છે, જો કે ગોપાલ ઈટાલિયા સાથે નારાજગીના કારણે રાજીનામું આપ્યાની ચર્ચા પણ છે. રાજુ કરપડાની કડદા પ્રથાને લઈને થયેલા વિવાદમાં  ધરપકડ થઈ હતી. કિસાન આંદોલનમાં થયેલી બબાલને લઈ તાજેતરમાં  જેલમુક્ત થયા હતા. રાજુ કરપડા હડદડ ગામે થયેલી હિંસા બાદ વધુ ચર્ચામાં આવ્યા હતા.

રાજુ કરપડાએ રાજીનામાનો પત્ર સોશલ મીડિયામાં  જાહેર કર્યો છે. પાર્ટીમાં ઝુઝારૂ નેતા તરીકેની રાજુ કરપડાની ઓળખ  છે .પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં  રાજુ કરપડા સક્રિય હતા. રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર હતા.  રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ  હતા.આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPને ઝટકો, રાજુ કરપડાએ આપ્યું રાજીનામુ, જાણો કારણ

રાજુ કરપડાએ શું કહ્યું ? 

રાજુ કરપડાએ તેમના રાજીનામામાં કહ્યું કે, "જય કિસાન સાથીઓ... દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.!  પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે.  મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું.  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું...! "

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPને ઝટકો, રાજુ કરપડાએ આપ્યું રાજીનામુ, જાણો કારણ

રાજુ કરપડા રાજીનામા પાછળ અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડેલા રાજુ કરપડા AAP ગુજરાતના સક્રિય નેતા હતા. તેઓ હંમેશા ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યાં  છે. તેમણે રાજીનામું આપતા  અનેક કારણો અંગે હાલ ચર્ચા થઇ રહી છે. એક બાજુએ એવી પણ ચર્ચા છે કે, તેઓ  ગોપાલ ઇટલીયાથી નારાજ હતા અને આ નારાજગીના પગલે તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાની પોસ્ટ મૂકી. .તેમની પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. રાજીનામાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. સત્તાવાર રીતે પાર્ટી દ્વારા પણ આ મુદ્દે હજુ સુધી કોઇ નિવેદનમાં રાજીનામાના કારણની સ્પષ્ટતા નથી થઇ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રક્ષાબંધન પહેલા India Postએ જાહેર કર્યા નવા નિયમ, Speed Postના દરોમાં કરાયો ફેરફાર
રક્ષાબંધન પહેલા India Postએ જાહેર કર્યા નવા નિયમ, Speed Postના દરોમાં કરાયો ફેરફાર
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
Embed widget