(Source: ECI/ABP News/ABP Majha)
Salangpur Controversy: સાળંગપુર મંદિર વિવાદ મામલે RSSની એન્ટ્રી, રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત
Salangpur controversy Live Update: સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આજે સંત સમાજની બેઠક પણ યોજાઈ હતી.
Salangpur controversy Live Update: સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આજે સંત સમાજની બેઠક પણ યોજાઈ હતી. તો બીજી તરફ આ સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે RSSની એન્ટ્રી થઈ છે. વિવાદનો અંત લાવવા આરએસએસએ દરમિયાનગીરી કરી છે. RSSના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે. રામ માધવે સાળંગપુરની મુલાકાત લીધી છે.
તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સાથે બેઠક કરી છે. ભીંતચિત્રના વિવાદ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રામ માધવ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ છે અને હાલ RSS માં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. રામ માધવ Rssના અખિલ ભારતીય કાર્યકારણીના સદસ્ય છે. તેઓએ 15થી 20 મિનિટ સુધી મંદીર પ્રશાસન સાથે મુલાકાત કરી
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી
સાંળગપુર ભીંત ચિત્રોનાવિવાદને લઇને અખિલ ભારતીય સંત સમિતિએ મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવાઇ છે. ભગવાન રામ, કૃષ્ણ, હનુમાનજીના અપમાન તેમને આ પદથી દૂર કરવામાં આવ્યા છે. લખનઉમાં મળેલી કાર્યકારણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે.સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે.ઉલ્લેખનિય છે કે ભીંતચિત્રોના વિવાદને લઇને આજે સાધુ સંતો અને મંદિરના પ્રતિનિધિની બેઠક મળી હતી. બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ ભીંત ચિત્રો હટાવવા માટે 2 દિવસનો સમય માગ્યો હતો. બે દિવમાં ભીંત ચિત્રો હટાવી દેવામાં આવશે. ઉપરાંત તેમણે એ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ફરીથી આવી ઘટના નહિ બને. મંદિર પ્રતિનિધિ મંડળે ટૂંક સમયમાં જ આ મુદ્દે નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.
હનુમાનજીના વિવાદ મુદ્દે દરેક તબક્કે લડવા તૈયાર: જ્યોતિનાથ બાપુ
સાળંગુપુર ભીંતચિત્રોના વિવાદને લઇને આજે અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં દરેક સાધુ સંતોએ પોતના મત રજૂ કર્યાં હતા. મંડલેશ્વર , મહા મંદલેશ્વર આજે એક થયા અને દરેક મોરચે લડવા તૈયાર થયા છે. બેઠકમાં ઉપસ્થિત સાધુ સંતો મામલે બની બેઠેલા સ્વામીઓએ કહ્.યું હતું કે, અસુરો ભેગા થયા છે. ત્યારે જ્યોતિબાપુએ કહયું કે તમે કોઇનું નહિ સાંભળો તો બેસૂરા થઇ જશો. તેમણે કહ્યું હતું કે દરેક તબક્કે આ મુદ્દે લડવા તૈયારી છીએ.