શોધખોળ કરો
Advertisement
સુરતની યુવતી સાથે બંને જૈન સાધુઓએ શારીરિક સુખ માણ્યું હતું કે નહીં ? યુવતીઓ પોલીસ નિવેદનમાં કર્યો મોટો ધડાકો
આશિત દોષી અને તેના બંને ભાઈઓએ તેમનાં બાળકોને કબ્જે કરીને ધમકી આપીને આ કામ કરવા કહ્યું હતું તેથી પોતે તૈયાર થઈ હતી.
હિંમતનગરઃ ઈડરના જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થાના પ્રમુખ કલ્યાણસાગર અને રાજતિલકસાગર સાથે શારીરિક સંબંધો બાંધ્યાની ફરિયાદ કરનારી પરીણિતાએ ફરિયાદથી અલગ જ નિવેદન આપતાં આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
સુરત રહેતી પરિણિતાએ નિવેદન આપ્યું છે કે, ફરિયાદી ટ્રસ્ટી ડો.આશિષ દોશીએ જ યુવતીને મેનેજર અને પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપીને બંને મહારાજને ફસાવીને વીડિયો શૂટ કરવા લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાવવા જણાવ્યુ હતુ.
પીડિતાએ કહ્યું કે રાજતિલકસાગરે પતિને પૂજાપાઠ માટે બોલાવતા સપરિવાર 26 ડિસેમ્બર 2019ના રોજ ઈડર આવ્યા હતા. એ સમયે પાવાપુરીના ટ્રસ્ટી આશિત દોશી, તેના ભાઈ પરાગ દોશી અને મનીષ દોશી તેના પતિને મળ્યા હતા. કલ્યાણસાગર મહારાજ અને રાજતિલકસાગર મહારાજે અનેક મહિલા અનુયાયીઓ સાથે વ્યભિચાર કર્યો છે તેથી જૈન અનુશાસન અને ધર્મને ભારે નુકશાન પહોંચ્યુ હોવાથી તેમની સામે પુરાવા એકત્ર કરવામાં મદદ માગી હતી.
પરીણિતાનો આક્ષેપ છે કે, તેમણે વીડિયો કેમેરાથી સજ્જ એક લેડીઝ પર્સ આપ્યુ હતુ. યુવતીએ આ શૂટિંગ કરવુ તેના માટે અઘરુ હોવાનુ જણાવ્યું હતું અને બંને મહારાજ પણ નહી ફસાશે એમ કહ્યું હતું. આશિત દોષી અને તેના બંને ભાઈઓએ તેમનાં બાળકોને કબ્જે કરીને ધમકી આપીને આ કામ કરવા કહ્યું હતું તેથી પોતે તૈયાર થઈ હતી. ત્રણેય ભાઈએ તેમને ઘેનની ગોળીઓ આપી હતી. જે પૈકી બબ્બે ગોળી બંને મહારાજોના જમવામાં ભેળવી અને બે ગોળી પોતે લીધી હતી. ત્યાર બાદ બંને મહારાજને અલગ અલગ રૂમમાં મળી હતી અને અમુક મર્યાદા સુધીની હરકતોનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું.
યુવતીનો દાવો છે કે, સાધુઓ સાથે કોઈ શારિરિક સંબંધો બંધાયા નહોતા કે બળાત્કાર થયો નહોતો. આ ઘટના પછી યુવતીના પતિ ત્યાં જ રોકાઈ ગયા હતા અને તેમને બીજા દિવસે આશિત દોશી અને તેના ભાઈઓએ વિડીયો બતાવીને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યુ હતુ. એક મહિના અગાઉ આશિત દોશીએ પીડિતાના પતિને તમામ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બંને મહારાજો વિરુધ્ધ બળાત્કારની ફરીયાદ કરવા કહ્યું હતું. પરિણીતાએ તેના નિવેદનમાં ઈડર પોલીસ મથકે 22 જૂને તેના નામ સાથે નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાનું પીડિતાએ નિવેદન આપતા મામલો ગૂંચવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement