શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Real Life Hero: કલાકાર ખૂજરભાઇ દિવ્યાંગ બાળકોના બન્યા ગોડફાધર, મસીહા બનીને આ રીતે કરી જરૂરિયાતમંદોની સેવા

Real Life Hero: સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર નીતિન જાની જે ખજુર નામે વધુઓળખાય છે. તેમને દિવ્યાંગ બાળકોની પીડા અને તેના માતા-પિતાની મજબુરી હૃદયથી સ્પર્શી ગઇ તો ખુલ્લા હાથે મદદ કરી માનવીય સંવેદનની સહજ ઉદાહરણ પુરુ પાડ્યું

જે સમાજ, દેશ અને ગામ કે પછી વિસ્તાર આપને સફળ બનાવે છે. તે જ વિસ્તારના લોકોની વેદનામાં મલમ બનાવાનું સૌભાગ્ય ખજૂરભાઇને સાપડ્યું છે. રાજકોટના ગોંડલ શહેરની અંદર જાણીતા કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ  દ્વારા જરૂરિયાત મંદ પરિવાર માટે મકાન બનાવી આપવામાં આવ્યા છે

માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાના વિધાનને અનુસરતા  ખજૂરભાઈએ જેતપુર રોડ સંઢીયા પુલ પાસે ર 9 દિવ્યાંગ બાળકો સાથે રહેતા પરિવારને મકાન બનાવી આપ્યાં છે.   ખજૂરભાઈ ના સંપર્કમાં આ પરિવાર આવ્યો હતો અને મકાન બનાવી આપવાની મદદ માંગી હતી.નીતિનભાઈ જાની એ પરિવારની  રજુઆત સાંભળી અને સ્થળ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ નીતિનભાઈ જાની દ્વારા દિવ્યાંગ બાળકોને ત્રણ ઘર બનાવી આપવાની શરૂઆત કરી હતી છેલ્લા 7 દિવસથી દિવસ રાત મહેનત કરી ગોંડલ તેમજ રાજકોટના યુવાનો દ્વારા સાત દિવસમાં ત્રણ ઘર બનાવી આપવામાં આવ્યા જેનો અંદાજે 6 થી 7 લાખના જેટલો થયો છે.

આજરોજ મનો દિવ્યાંગ બાળકો તેમજ પરિવાર સાથે રીબીન કાપી ખજુરભાઇએ તેને ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ નિતીન જાની દ્વારા ગણપતિજી ની પૂજા કરવામાં આવી હતી અને મનો દિવ્યાંગ બાળકો સાથે ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. ઘરની બાળકો છૂટ થી રમી શકે તે માટે ફરતે લોખંડની જાળી ફિટ કરવામાં આવી છે તેમજ મકાન માં ફરતે હવા ઉજાસ નું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.તેમજ ઘરમાં ઇલેક્ટ્રિક સિટી થી માંડી તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે. ઘરમાં કબાટ, શેટી, ગાદલા, ઘરની દીવાલ પર ભગવાન અને પ્રાકૃતિક સૌંદર્ય ની છબી રાખવામાં આવી છે. નીતિનભાઈ જાની જણાવ્યું હતું કે,આજે બાળકો સાથે ગૃહ પ્રવેશ કરી ખૂબ ખુશ છું બાળકો પણ ખૂબ ખુશ છે બાળકો સાથે ગૃહ પ્રવેશ કરતા પહેલા નવા કપડા પણ પહેરવામાં આવ્યા હતા. વધુમાં નીતિન જાની એ જણાવ્યું હતું કે મારી સાથે સાત દિવસમાં ખૂબ સારા સારા અનુભવ થયા હતા જેમનો એક અનુભવ 6 વર્ષની નાની બાળકી દુર્વા નામની દીકરી મારી પાસે આવી હતી. અને મારા  આ સેવા કામમાં સહયોગ આપવા તેનો ગલ્લો તોડી નાખ્યો અને રકમ આપીને મદદ કરવા તૈયારી બતાવી હતી.

Coronavirus: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ઉભો કરાયો કોરોના વોર્ડ, ઓક્સિજનના પ્લાન્ટની મોકડ્રિલ

Coronavirus: કોરોનાના ન્યૂ વેરિયન્ટે દુનિયાભરમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ચીન,અમેરિકા, જાપાન સહિતના દેશો આ ન્યૂ વાયરસની ઝપેટમાં છે. આપણા દેશમાં અત્યાર સુધીમાં ન્યૂવેરિયન્ટના 4 કેસ આવ્યાં છે.

કોરોનાના ન્યૂ વેરિયન્ટે દુનિયાભરમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ચીન,અમેરિકા, જાપાન સહિતના દેશો આ ન્યૂ વાયરસની ઝપેટમાં છે. આપણા દેશમાં અત્યાર સુધીમાં ન્યૂવેરિયન્ટના 4 કેસ આવ્યાં છે.  અન્ય દેશોમાં કોરોના વાયરસનો ફેલાવાને જોતા ભારત માટે પણ તે આ ખતરાની ઘંટી છે. દરેક રાજ્ય સરકારે કોરોના સામે લડત આપવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક કોરોના વોર્ડ શરૂ કરાયો છે. જેમાં 80 બેડ ધરાવતા વોર્ડને શરૂ કરવામાં આવ્યો છે. વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા ધરાવતા વોર્ડને ચાલુ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં ઓક્સિજનના પ્લાન્ટની મોકડ્રિલ પણ હાથ ધરાઈ હતી. PM કેર ફંડમાંથી લાવવામાં આવેલા વેન્ટિલેટર ICU વોર્ડમાં મુકવામાં આવ્યા છે. અન્ય દેશોમાં હાહાકાર મચાવનાર BF.7 ના કેસ અચાનક વધે તે માટે પ્રશાસનની તૈયારીઓ કરી રહ્યું છે.સ

આપનું બાળક આ વસ્તુથી રમવાની કરે જીદ્દ તો ન આપશો, દાહોદમાં બન્યો એક લાલબતી સમાન કિસ્સો, તબીબો મહામહેનતે બચાવ્યો જીવ

જો આપનું બાળક કોઈ પણ વસ્તુથી રમવાની જીદ્દ કરે છે. તો બાળકના માતા પિતાએ ચેતી જવાની જરૂર છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર સર્જરી કરીને મહામહેનકે બાળકનો જીવ બચાવાયો છે.

જો આપનું બાળક કોઈ પણ વસ્તુથી રમવાની જીદ્દ કરે છે. તો બાળકના માતા પિતાએ ચેતી જવાની જરૂર છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર સર્જરી કરીને મહામહેનકે બાળકનો જીવ બચાવાયો છે. દાહોદના ખેતરમાં રહેતા દસ વર્ષીય મોઇન ખાન નામનો બાળક રમતા રમતા સોફટ બોર્ડની પિન ગળી ગયો.ગભરાઈને બાળકે માતા પિતાને ફરિયાદ તો ન કરી પરંતુ થોડા સમય બાદ તેની તબિયત લથડી શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસ શરૂ થઇ જતાં માતા પિતા ચેતી ગયા અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો  11 ડિસેમ્બરના રોજ બનેલ ઘટના બાદ બાળકની સર્જરી કરવામાં આવી.  તબીબોના મત અનુસાર બાળકની સર્જરી એટલે જટિલ હતી કારણ કે પિનનો આગળનો ધારદાર ભાગ શરીરના અંદરના અવયવોને નુકશાન કરે તેવી ભીતિ હતી તે સાથે બાળકના જમણા ફેફસામાં પિન ભરાઈ જતા તેના ફેફસામાં કાણું પડી ગયું જેની પણ સર્જરી કરવામાં આવી અને પિન બહાર કાઢવામાં પણ સાવચેતી પૂર્વક તેનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હતું અને આખરે સદભાગ્યે બાળકની જિંદગી બચી ગઇ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ
Hardik Pandya: 6,6,6,4,6; હાર્દિક પંડ્યાનો તરખાટ, ફરી એકવાર વિસ્ફોટક ઇનિંગ રમીને બરોડાને જીતાડ્યું
Hardik Pandya: 6,6,6,4,6; હાર્દિક પંડ્યાનો તરખાટ, ફરી એકવાર વિસ્ફોટક ઇનિંગ રમીને બરોડાને જીતાડ્યું
Rambhadracharyaji: 'નહીંતર અમે અમારી રીતે સમજાવીશું', બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડને લઈને રામભદ્રાચાર્ય લાલઘૂમ
Rambhadracharyaji: 'નહીંતર અમે અમારી રીતે સમજાવીશું', બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડને લઈને રામભદ્રાચાર્ય લાલઘૂમ
Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ
Health Tips: શિયાળામાં ન્હાતી વખતે મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ, જે બને છે ડેન્ડ્રફનું સૌથી મોટું કારણ
December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર
December Financial Change: ડિસેમ્બરમાં ટેક્સ ફાઇલિંગ, આધાર, ક્રેડિટ કાર્ડ જેવા અનેક કામની લાસ્ટ ડેટ, RBI પર પણ નજર
Embed widget