Weather Forecast: જૂનાગઢ અમરેલી સહિત આ જિલ્લામાં પણ વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ પણ આગામી 24 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે અતિ ભારે વરસાદ પડવાના સંકેત સાથે આ જિલ્લામાં રેડ અલર્ટ આપ્યું છે.
Weather Forecast:હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ પણ આગામી 24 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે અતિ ભારે વરસાદ પડવાના સંકેત સાથે આ જિલ્લામાં રેડ અલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગની આગાહી, આજે અને આવતી કાલે માટે ભારેથી અતિભારે વરસાદનો અનુમાન વ્યક્તકર્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનો અનુમાન છે.
આ 2 જિલ્લામાં અતિ ભારે વરસાદનો અનુમાન
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અમરેલી અને જૂનાગઢમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદનો અનુમાન છે. ,નવસારી, વલસાડ, દમણ,સુરતમાં રણ અતિભારે વરસાદનો અનુમાન છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર સક્રિય છે, જેના પગલે 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, બાદ વરસાદનું જોર ઘટી શકે છે. અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. આગામી 2 દિવસ રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહ્શે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 3 જુલાઈથી વરસાદનું જોર ઘટશે.
ક્યાં રેડ એલર્ટ
- જૂનાગઢ
- અમરેલી
- નવસારી
- ડાંગ
- વલસાડ
- દમણ
- દાદરા અને નગર હવેલી
24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
-
- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
- સૌથી વધારે જુનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 11 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 10 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 8 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બેચરાજી અને ધરમપુરમાં 7 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજુલા, ચીખલીમાં સાડા 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડાંગ, વઘઈમાં છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જુનાગઢ શહેરમાં 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા અને બરવાળામાં 5 ઈંચ વરસાદ
- વાપી, ગણદેવી અને અમરેલીમાં 5 ઈંચ વરસાદ
- જેતપુર અને વ્યારામાં 5-5 ઈંચ વરસાદ
- ગાંધીધામ, વડીયા, મેંદરડામાં સાડા ઈંચ વરસાદ
- ખાંભા, ગીર ગઢડા, લીલીયામાં સાડા ચાર ઈંચ વરસાદ
- મહુવા, ધંધુકા, સુબિરમાં ચાર ઈંચ વરસાદ
- જલાલપોર, પારડી, ડોલવણમાં ચાર ઈંચ વરસાદ
- નવસારી, જોડીયા, પ્રાંતિજમાં પોણા 4 ઈંચ વરસાદ
- વાલોડ, ધારી, જોટાણામાં સાડા 3 ઈંચ વરસાદ
- માંડવી, ધોરાજી, સાવરકુંડલામાં સાડા 3 ઈંચ વરસાદ
- તાલાલા, ઉપલેટા, સોનગઢમાં 3 ઈંચ વરસાદ