શોધખોળ કરો
Advertisement
31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા ચૂંટણીનું આજે પરિણામ
સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે સવારે 9 વાગ્યાથી EVMમાં કેદ મતોની ગણતરી કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીજંગમાં કોણ બાજી મારશે તેનો આજે આવશે નિર્ણય થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે.
મતગણતરીને લઈ પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે સવારે 9 વાગ્યાથી EVMમાં કેદ મતોની ગણતરી કરવામાં આવશે.
6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં તો કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. એવામાં કૉંગ્રેસને આશા છે કે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં તેમનું પ્રદર્શન સારું રહેશે. તો આ તરફ ભાજપને પણ છે આશા કે 6 મનપાની ચૂંટણીની જેમ જ કૉંગ્રેસનો વ્હાઈટ વોશ થશે.
પરિણામના એક દિવસ પૂર્વે આપની ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાએ તમામ 81 પાલિકામાં સર્વે કર્યો હતો. એબીપી અસ્મિતાએ દરેક પાલિકા વિસ્તારના પાંચ- પાંચ પત્રકારોને પૂછ્યું કે કોની જીત થશે અને કોની હાર થશે.
સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્ર- કચ્છની. તો સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 33 નગરપાલિકામાંથી 30 નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલશે. જ્યારે વેરાવળ અને માળિયા-મિયાણા નગરપાલિકા કૉંગ્રેસના હાથમાં આવશે. જ્યારે ભાવનગર જિલ્લાની મહુવા પાલિકા અપક્ષ કબજે કરશે.
તો ઉત્તર ગુજરાતની કુલ 15 નગરપાલિકાની ચૂંટણીમાં 13 નગરપાલિકા પર ભાજપ કબજો કરશે. જ્યારે વીસનગર અને કલોલ નગરપાલિકા કૉંગ્રેસના ફાળે આવશે.
તો મધ્ય ગુજરાતની 20 નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ 12 નગરપાલિકા જીતશે. જ્યારે ડભોઈ, પેટલાદ, સોજિત્રા અને દાહોદ નગરપાલિકા કૉંગ્રેસ કબજે કરશે. જ્યારે બોરસદ, કઠલાલ, ગોધરા અને વીરમગામ પાલિકામાં અપક્ષની જીત થશે.
તો દક્ષિણ ગુજરાતની કુલ 13 પાલિકાની ચૂંટણીમાં ભાજપ 10 પાલિકા પર કબજો કરશે. તો જંબુસર પાલિકા કૉંગ્રેસના ખાતામાં આવશે. જ્યારે આમોદ અને રાજપીપળા પાલિકામાં અપક્ષની થશે જીત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement