શોધખોળ કરો

Visavadar Bypoll Result 2025: વિસાવદરથી ગોપાલ ઈટાલિયાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો કેટલા મતે આગળ

પ્રથમ રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ છે. વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયા પ્રથમ રાઉન્ડ 945  મતથી આગળ છે. 

Bypoll Result 2025: વિસાવદર પેટાચૂંટણીમાં બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થઈ છે. હવે પ્રથમ રાઉન્ડની મતગણતરી શરુ થઈ ગઈ છે.  પ્રથમ રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ છે. વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયા પ્રથમ રાઉન્ડ 945  મતથી આગળ છે. 

કૉંગ્રેસ ત્રીજા નંબર પર છે

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલ બીજા નંબર પર છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા ત્રીજા નંબર પર છે. હાલમાં જૂનાગઢમાં મતગણતરી ચાલી રહી છે. 

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી છે.   વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 294 બૂથ આવેલા છે, જ્યાં 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. આ બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતીન રાણપરિયા વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઈઝર સહિત કુલ 60 થી વધુ કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બે DySP, 11 PI, 13 PSI સહિત કુલ 200 પોલીસકર્મીઓ પણ મતગણતરી કેન્દ્ર પર તૈનાત કરવામાં આવશે. 

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરીની તમામ ગતિવિધિનું CCTV ની મદદથી મોનિટરિંગ પણ કરાશે. સૌપ્રથમ બેલેટ પેપરની  મતગણતરી હાથ ધરાશે, બાદમાં EVM ની મતગણતરી શરૂ થશે. વિસાવદર બેઠક પર સરેરાશ 56.89 ટકા જેટલું મતદાન થયું છે. આ પરિણામથી ભાજપ (BJP) ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સહિત કુલ 16 ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે. ભાજપ, કોંગ્રેસ, આપ ત્રણેય પક્ષોની શાખ દાવ પર લાગી છે.

87 વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે 19 જુનના રોજ 294 મતદાન મથકો પર 56.89 ટકા મતદાન થયું હતું. ચૂંટણી ઓબ્ઝર્વર, જીલ્લા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવારોની હાજરીમાં  મતગણતરી થશે. મતગણતરીમાં માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર, આસીસ્ટન્ટ સુપરવાઈઝર સહિતનો સ્ટાફ  જોડાશે. પોસ્ટલ બેલેટ રાઉન્ડ બાદ 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરી થશે.

કડી વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સહિત કુલ 8 ઉમેદવારોનું રાજકીય ભાવી આજે નક્કી થશે. કડીમાં મેવડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 21 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે જેમાં એક રાઉન્ડમાં 14 બૂથની મતગણતરી હાથ ધરાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Embed widget