શોધખોળ કરો

Amreli Rains: ડાંગ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો, સાવરકુંડલામાં વરસાદ

અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને  રાહત મળી હતી.

Amreli Rains: ડાંગ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના (amreli weather update) વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના તાલુકાના (savarkundla) ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. મોટા જીંજુડા, પીઠવડી, સેંજળ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધારી-ખાંભાના ધારગણી, અનીડા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને  રાહત મળી હતી.

ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો. સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી ખુશનુમા માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગરહવેલી, સુરતમાં હળવો વરસાદ પડી શકે છે. ત્યાર બાદ 8 9 જૂને રાજ્યમાં વરસાદ પડશે.

હવામાન વિભાગ અનુસાર 8 તારીખે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે 9 તારીખે પંચમહાલ, દાહોદ, દાહોદ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન નિભાગ અનુસાર અમદાવાદમાં બે દિવસ વાદળ છાયું વાતાવરણ રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું છે. ગાંધીનગરમા 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં સમય પહેલા આવી ગયું. કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસું  અગાઉના ચાર પ્રસંગોએ 2017, 1997, 1995 અને 1991 માં એક સાથે આવ્યું હતું.IMD એ જણાવ્યું કે 02-04 જૂન, 2024 દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે (64.5-115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5-204.4 mm) થવાની સંભાવના છે.

હવામાન વિભાગે 3 થી 6 જૂન દરમિયાન સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. IMDએ જણાવ્યું હતું કે સોમવારે (3 જૂન) પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના જુદા જુદા ભાગોમાં ગરમીની લહેરોની સંભાવના છે.

ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટએ 2 જૂને જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસાએ હવે મધ્ય અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, રાયલસીમા અને આંધ્રપ્રદેશના વધુ ભાગોને આવરી લીધા છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું 2024 દક્ષિણ-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં પણ આવી ગયું છે. IMD અનુસાર, ચોમાસું આગામી 2-3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને બંગાળની ખાડીના ભાગોમાં આગળ વધવાની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget