(Source: ECI/ABP News/ABP Majha)
SABARKANTHA : હિંમતનગરમાં નવજાત શિશુને જીવતું દાટી દીધું ખેતરમાં, જાણો પછી શું થયું
Sabarkantha News : હિંમતનગરના ગાંભોઇ ગામમાં કાળજું કંપાવનારી ઘટના બની.
Himmatnagar, Sabarkantha : સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઇ ગામથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગરના ગાંભોઇ ગામમાં UGVCL પાસેના ખેતરમાં દાટેલ જીવીત નવજાત શિશુ મળી આવ્યું.ખેતરમાં દાટેલું નવજાત શિશુના પગ હલતા જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. UGVCL કર્મચારીઓએ ખેતરમાં પહોંચી દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું હતું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.
આ નવજાત શિશુને 108 માં ગાંભોઇ સરકારી દવાખાને લઇ ગયા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું છે. ગાંભોઈ પોલિસે ઘટના સ્થળે પોહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ચાર દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે 4 જુલાઈએ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત અને તાપી જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે છે. બુધવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વર્યો હતો. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો :
Crime News: ખેડામાં પોલીસ પર હુમલો કરનારા 7 લોકો સામે FIR, જાણો શું છે સમગ્ર મામલો
નવી 2022 મારુતિ અલ્ટો K10 ફર્સ્ટ લૂક રિવ્યું, શું સેલેરિયો કરતાં વધુ સારી છે Alto K10...